News of Friday, 11th October 2024
માં સની લિયોની અને બાપ ઇમરાન હાશમી! બિહારના વિદ્યાર્થીએ કર્યો કાંડ
સોશિયલ મીડિયા પર હાલ એક એક્ઝામિનેશન ફોર્મ ભારે વાયરલ થઈ રહ્યું છેઃ આ ફોર્મમાં વિદ્યાર્થીએ પિતાનું નામ ઇમરાન હાશમી અને માનું નામ સની લિયોની આપ્યું છે

નવી દિલ્હી,તા. ૧૧: સોશિયલ મીડિયા પર હાલ એક એક્ઝામિનેશન ફોર્મ ભારે વાયરલ થઈ રહ્યું છે. આ ફોર્મમાં વિદ્યાર્થીએ પિતાનું નામ ઇમરાન હાશમી અને માંનું નામ સની લિયોની આપ્યું છે. આ ફોર્મ જોઈને લોકો ઘુમરી ખાય ગયા છે. જાણો શું છે આ ફોર્મની હકીકત?
વાયરલ થયેલા ફોર્મે ઇન્ટરનેટ યૂઝર્સનું મગજ ફેરવી નાખ્યું છે. દરેકના મનમાં એક જ સવાલ છે કે, આખરે આવું કરી રીતે બની શકે? હાલ સોશિયલ મીડિયા પર એક વિદ્યાર્થીના પરીક્ષા ફોર્મનો ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
સામે આવેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે માતા અને પિતાના નામની કોલમમાં વિદ્યાર્થીએ બોલીવુડ અભિનેતા ઇમરાન હાશમી અને સની લિયોનીનું નામ લખ્યું છે. મજાની વાત તો એ છે કે, ઇમરાન નામનો સ્પેલિંગ ખોટો લખ્યો છે, જેને જોઈને લોકો હસી હસીને લોટપોટ થઈ ગયા છે. આ વીડિયોની કોમેન્ટ સેક્શનમાં એક યુઝરે લખ્યું, ‘કુંદન સ્પષ્ટ રીતે જાણે છે કે, કેવી રીતે નિવેદન આપવું.' બીજાએ લખ્યું, ‘આ બોલીવુડનું એવું ટ્વિસ્ટ છે જેની આપણને જરૂર નહોતી.
આ વીડિયો પર એકે લખ્યું કે, ‘મને લાગે છે કે હવે કંઈ જોવાનું બાકી રહ્યું નથી., બાકી આ જોરદાર હતુ.' બીજાએ લખ્યું ‘કુંદનને ફિલ્મ મેકિંગમાં પોતાનું કરિયર બનાવવું જોઈએ.' અન્ય એક યુઝરે લખ્યું કે, ‘ભણતર ભૂલી જાઓ, આ વ્યક્તિએ સ્ક્રિપ્ટ લખવી જોઈએ.'
નોંધનીય છે કે આ પહેલા પણ ઘણી વાર એક્ટરના નામ પરીક્ષા ફોર્મ અને ડોક્યુમેન્ટમાં જોવા મળ્યાં છે. આ પહેલા ફેબ્રુઆરીમાં આવો જ એક ફોટો ખૂબ વાયરલ થયો હતો. ઉત્તર પ્રદેશ પોલીસ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષાના એડમિટ કાર્ડ પર એક્ટ્રેસ સની લિયોનીનું નામ હતું. યુપી પોલીસ ભરતી બોર્ડે તેના પર સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે, આ એડમિટ કાર્ડ બનાવટી હતું. ખુલાસામાં એવું પણ સામે આવ્યું કે, એક ઉમેદવારે ફોર્મ ભરતી વખતે ખોટો ફોટો શેર કર્યો હતો.
(9:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
