<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

નોએલ ટાટા બનશે રતન ટાટાના વારસદાર ટાટા ટ્રસ્‍ટના આગામી અધ્‍યક્ષ બનશે

મુંબઈની બેઠકમાં લેવાયો નિર્ણય

મુંબઇ તા. ૧૧ : રતન ટાટાના નિધન બાદ ટાટા ટ્રસ્‍ટનો હવાલો કોણ લેશે તે અંગેની સસ્‍પેન્‍સ દૂર થઈ ગઈ છે. રતન ટાટાના ઉત્તરાધિકારીની શોધ પૂર્ણ થઈ ગઈ છે. રતન ટાટાના નિધન બાદ નોએલ ટાટા હવે ટાટા ટ્રસ્‍ટનો હવાલો સંભાળશે. ટાટા ટ્રસ્‍ટના નવા અધ્‍યક્ષ નોએલ ટાટા અંગેનો નિર્ણય શુક્રવારે ટાટા ટ્રસ્‍ટની મહત્‍વપૂર્ણ બેઠકમાં લેવામાં આવ્‍યો હતો. ટાટા ગ્રુપના માર્કેટમાં લિસ્‍ટેડ ૨૯ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન લગભગ ૪૦૩ બિલિયન ડોલર એટલે કે ૩૯ લાખ કરોડ રૂપિયા છે.

ઉત્તરાધિકાર અંગે ચર્ચા કરવા ટાટા ટ્રસ્‍ટની આજે મુંબઈમાં બેઠક મળી હતી. રતન ટાટાના સાવકા ભાઈ નોએલ ટાટાને ટાટા ટ્રસ્‍ટના ચેરમેન તરીકે મંજૂરી આપવામાં આવી હતી. ટાટા સન્‍સના ભૂતપૂર્વ ચેરમેન અને આ પરોપકારી સંસ્‍થાના પ્રેરક બળ રતન ટાટાનું ૯ ઓક્‍ટોબરે ૮૬ વર્ષની વયે અવસાન થતાં આ બેઠક થઈ હતી. રતન ટાટાને ૧૦ ઓક્‍ટોબરે મુંબઈમાં પૂર્ણ રાજય સન્‍માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. તેમણે તેમના મૃત્‍યુ પહેલા તેમના અનુગામીની નિમણૂક કરી ન હતી.

(2:58 PM IST)