<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

દરભંગા એક્સપ્રેસ માલગાડી સાથે અથડાઈ: ટક્કર બાદ બોગીઓમાં લાગી આગ: ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લામાં ટ્રેન અકસ્માત:કાવરાપેટ્ટાઈ રેલવે સ્ટેશન પર એક એક્સપ્રેસ ટ્રેન ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ:દુર્ઘટના બાદ દરભંગા એક્સપ્રેસ ટ્રેનના બે ડબ્બામાં આગ લાગી

તિરુવલ્લુર જિલ્લાના કાવરાપેટ્ટાઈ રેલવે સ્ટેશન પર એક એક્સપ્રેસ ટ્રેન માલગાડી સાથે અથડાઈ હતી. દુર્ઘટના બાદ દરભંગા એક્સપ્રેસ ટ્રેનના બે ડબ્બામાં આગ લાગી હતી. રેલવે સૂત્રોનું કહેવું છે કે દરભંગા એક્સપ્રેસ ટ્રેન રેલવે ટ્રેક પર પહેલેથી જ ઉભી રહેલી માલગાડીના પાછળના ભાગ સાથે અથડાઈ હતી.

  પ્રાપ્ત માહિતી અનુસાર, અત્યાર સુધીમાં બે બોગીમાં આગ લાગી છે, જ્યારે ત્રણ બોગી પાટા પરથી ઉતરી ગઈ છે. દુર્ઘટનાની મોટાભાગે માલસામાન ટ્રેનને અસર થઈ છે. આ દુર્ઘટનામાં કેટલાક મુસાફરોને ઈજા થઈ હોવાનું પણ કહેવાય

(9:51 PM IST)