<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

પ્રત્‍યક્ષ કર વસૂલાત ચાલુ નાણાકીય વર્ષમાં ૧૮% વધીને રૂ.૧૧.૨૫ લાખ કરોડ સુધી પહોંચી

કર વધારામાં વ્‍યક્‍તિગત આવકવેરો કોર્પોરેશન ટેક્‍સને પાછળ છોડી ગયો છે : તે રૂ. ૫.૯૮ લાખ કરોડ (નેટ) હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ.૪.૮૮ લાખ કરોડ હતી

નવી દિલ્‍હી, તા.૧૨: આવકવેરા વિભાગ દ્વારા જારી કરાયેલા તાજેતરના ડેટા અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૫માં ૧ એપ્રિલથી ૧૧ ઓક્‍ટોબરની વચ્‍ચે રિફંડના એડજસ્‍ટમેન્‍ટ બાદ ભારતનું નેટ ડાયરેક્‍ટ ટેક્‍સ કલેક્‍શન ૧૮.૩૫ ટકા વધીને ૧૧.૩ લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. પાછલા વર્ષના સમાન સમયગાળામાં ટેક્‍સ કલેક્‍શન રૂ. ૯.૫૧ લાખ કરોડ હતું.

ટેક્‍સ વધારામાં પર્સનલ ઇન્‍કમ ટેક્‍સ (PIT) એ કોર્પોરેશન ટેક્‍સને પાછળ છોડી દીધો છે. PIT રૂ. ૫.૯૮ લાખ કરોડ (નેટ) હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. ૪.૮૮ લાખ કરોડ હતી.

કોર્પોરેશન ટેક્‍સ (નેટ) રૂ. ૪.૯૫ લાખ કરોડ રહ્યો, જે ૧૧.૨ ટકાનો વધારો દર્શાવે છે. આ વર્તમાન નાણાકીય વર્ષ માટે નિર્ધારિત ૧૨ ટકા વળદ્ધિના લક્ષ્યાંક કરતાં ઓછું છે. ડાયરેક્‍ટ ટેક્‍સમાં PIT અને કોર્પોરેશન ટેક્‍સનો સમાવેશ થાય છે.

સિકયોરિટીઝ ટ્રાન્‍ઝેક્‍શન ટેક્‍સ, જે પીઆઈટીનો ભાગ છે, તે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. ૧૬,૩૭૩ કરોડથી વધીને રૂ. ૩૦,૬૩૦ કરોડ થયો છે. તેનું કારણ ટેક્‍સના દરમાં ફેરફાર અને શેરબજારમાં ટ્રેડિંગમાં વધારો છે.

ટેક્‍સ વિભાગના જણાવ્‍યા અનુસાર, રિફંડ પહેલા ગ્રોસ ટેક્‍સ કલેક્‍શન ૧૩.૫૭ લાખ કરોડ રૂપિયા છે, જે ગયા નાણાકીય વર્ષની સરખામણીમાં ૨૨.૩૦ ટકા વધારે છે.

સરકારે ૧૧ ઓક્‍ટોબર સુધી ૨.૩૧ લાખ કરોડ રૂપિયાના ડાયરેક્‍ટ ટેક્‍સ રિફંડ જારી કર્યા છે. જે અગાઉના નાણાકીય વર્ષ ૨૦૨૪ ના સમાન સમયગાળામાં રૂ. ૧.૬ લાખ કરોડ કરતાં ૪૬.૦૩ ટકા વધુ છે. બજેટમાં કેન્‍દ્ર સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૫માં ગ્રોસ ટેક્‍સ રેવન્‍યુ વધારીને રૂ. ૩૮.૪૦ લાખ કરોડ કરવાનો લક્ષ્યાંક રાખ્‍યો છે.

(3:23 PM IST)