<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

ઓડિટ રિપોર્ટના ફોર્મમાં સુધારો કરવાની ટ્રસ્‍ટોને ૧૦ નવેમ્‍બર સુધી તક આપી

વાર્ષિક ટર્નઓવર રૂા. ૫ કરોડથી ઓછું હોય તો ફોર્મ ૧૦ બી- બી ફાઈલ કરવાને બદલે ૧૦-બીમાં ઓડિટ રિપોર્ટ ફાઈલ કર્યો

નવી દિલ્‍હી, તા.૧૨: ચેરિટેબલ ટ્રસ્‍ટો, સંસ્‍થાઓ અને ફંડોએ તેમના ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવાના કાયદેસર નક્કી કરી આપેલા ફોર્મ  સિવાયના ફોર્મમાં ભર્યા હશે તો તેમને તેમની ભૂલ સુધારી દઈને નવેસરથી ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવા માટે ૧૦મી નવેમ્‍બર સુધીનો સમય આપવામાં આવ્‍યો છે.

સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્‍ટ ટેક્‍સિસના હરદેવ સિંહની સહી સાથે સાતમી ઓક્‍ટોબરે બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્‍યું છે કે ગયા વર્ષથી જ દાખલ કરવામાં આવેલી ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવાની સિસ્‍ટમમાં સંખ્‍યાબંધ ભૂલ થઈ છે. રૂા. ૫ કરોડથી વધારેનું ટર્નઓવર ધરાવનારા ટ્રસ્‍ટો, ફંડો અને સંસ્‍થાઓએ તેમના ઓડિટ રિપોર્ટ ફોર્મ નંબર ૧૦- બીમાં ફાઈલ કરવાના હોય છે. પરંતુ તેમણે ૧૦-બીબીમાં તેમના ઓડિટ રિપોર્ટ ફાઈલ કરી દીધા છે. આ જ રીતે વાર્ષિક રૂા. ૫ કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા ટ્રસ્‍ટો, સંસ્‍થાઓ અને ભંડોળોને વાર્ષિક ફોર્મ નંબર ૧૦બી-બીમાં તેમના ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવાનો નિયમ કરવામાં આવેલો છે. પરિણામે સંખ્‍યાબંધ લોકોએ તેમના રિટર્ન સાથે દર્શાવેલા ફોર્મ સિવાયના ફોર્મમાં જ તેમના ઓડિટ રિપોર્ટ અપલોડ કરી દીધા હતા. પરિણામે તેમની આ ભૂલ તેમના રિટર્નને ક્ષતિયુક્‍ત બનાવે છે. પરિણામે તેમને રિટર્ન ફાઈલ કરી દેવા અને ઓડિટ રિપોર્ટ તેમના સાચા ફોર્મમાં ભરી દેવા માટે ૧૦મીનવેમ્‍બર ૨૦૨૪ સુધીનો સમય આપવામાં આવ્‍યો છે.

(11:22 AM IST)