<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

પન્નુના 'નો ઈન્ડિયા' નિવેદન વચ્ચે શીખ ફોર જસ્ટિસ સંગઠન પરનો પ્રતિબંધ કેન્દ્ર સરકારે 5 વર્ષ માટે લંબાયો : નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું : ગુરપતવંત સિંહ પન્નુને પણ ઝેર ઓક્યું

શીખ ફોર જસ્ટિસ એવી પ્રવૃત્તિઓમાં સામેલ છે જે દેશની અખંડિતતા અને સુરક્ષા માટે ખતરો છે : કેન્દ્ર સરકારનું નિવેદન

નવી દિલ્હી તા.૧૨ : કેન્દ્ર સરકારે શીખ ફોર જસ્ટિસ (SFJ) પરનો પ્રતિબંધ પાંચ વર્ષ માટે લંબાવ્યો છે. આ સંગઠનને દેશની અખંડિતતા અને સુરક્ષા માટે ખતરો માનવામાં આવે છે. તે પંજાબ અને અન્ય સ્થળોએ રાષ્ટ્રવિરોધી અને વિધ્વંસક પ્રવૃત્તિઓમાં સામેલ છે. ગૃહ મંત્રાલયે આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ દરમિયાન ગુરપતવંત સિંહ પન્નુને પણ ઝેર ઓક્યું હતું.

કેન્દ્ર સરકારે શીખ ફોર જસ્ટિસ (SFJ) પરનો પ્રતિબંધ પાંચ વર્ષ માટે લંબાવ્યો છે. જિલ્લા ડેપ્યુટી કમિશનર વિક્રમ સિંહના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારે તેના નોટિફિકેશનમાં કહ્યું છે કે શીખ ફોર જસ્ટિસ એવી પ્રવૃત્તિઓમાં સામેલ છે જે દેશની અખંડિતતા અને સુરક્ષા માટે ખતરો છે.

 

હવે સંગઠન પંજાબ અને અન્ય સ્થળોએ રાષ્ટ્રવિરોધી અને વિધ્વંસક પ્રવૃત્તિઓમાં સામેલ છે. ગૃહ મંત્રાલયે આ અંગે એક નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે.

(4:10 PM IST)