<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th October 2024

મુંબઈમાં બાબા સિદ્દીકની હત્યા પાછળ હરિયાણા અને યુપીના ગેંગસ્ટરો? શકમંદની પ્રથમ ફૂટેજ બહાર આવ્યા: બે ની ધરપકડ: સલમાન ખાન શૂટિંગ રદ કરી લીલાવતી હોસ્પિટલે દોડ્યો

મુંબઈમાં એનસીપી અજીત પવાર જૂથના દિગ્ગજ નેતા અને ત્રણ ટર્મ ધારાસભ્ય રહી ચૂકેલા બાબા સિદ્દીકની  હત્યા સબબ હરિયાણા અને યુપીના બે કિલરોને ઝડપી લેવામાં આવ્યાનું મુખ્યમંત્રી એકનાથ સિંદેએ જણાવ્યું છે, જ્યારે ત્રીજો ભાગી છૂટ્યો હતો. શકમંદની પ્રથમ તસવીર વિડીયો વાયરલ થઈ છે.

સલમાન ખાન અને શાહરુખ ખાન વચ્ચે સમાધાન કરાવનાર બાબા સિદ્દીકીની અત્યારના ખબર મળતા જ સલમાનખાને  શૂટિંગ રદ કરી લીલાવતી હોસ્પિટલ દોડી ગયેલ છે.

પુત્રની બાંદ્રા ઓફિસમાંથી બહાર નીકળતી વેળા એ ત્રણ સુટરોએ તદ્દન નજીકથી છાતી અને પેટમાં ગોળીઓ મારી હતી.

અજીત પવારે કહ્યું કે એનસીપી માટે મોટી ક્ષતિ છે. બનાવની જડ સુધી અમે જશું. બાબા સિદ્દીક ની હત્યા ખૂબ જ નિંદનીય, દર્દનાક અને આઘાતજનક છે.

બાબા સિદ્દીકની હત્યા બાબતે યુપી અને હરિયાણાના ગેંગસ્ટરોની સંડોવણી ચકાસાઈ રહી છે..

 

(12:36 AM IST)