<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th October 2024

બહરાઈચમાં દુર્ગા મૂર્તિ વિસર્જન દરમિયાન ફાયરિંગ, એકનું મોત: બે લોકો ઘાયલ

બહરાઈચના હરડીના મહસી મહારાજગંજમાં મૂર્તિ વિસર્જન શોભાયાત્રામાં ભારે અરાજકતા

 યુપીના બહરાઈચના હરડીના મહસી મહારાજગંજમાં મૂર્તિ વિસર્જન શોભાયાત્રામાં ભારે અરાજકતા જોવા મળી હતી. આ દરમિયાન ગોળીબારની ઘટના પણ સામે આવી છે, જેમાં એક 20 વર્ષના યુવકનું ગોળી વાગવાથી મોત થયું હતું. ત્યાં બે લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. એડીજી ઝોન અને ડીઆઈજી ઝોન ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે.


 

(9:34 PM IST)