<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th October 2024

ધનતેરસ પહેલા ચાંદીના મોટો ભડકો : બુલિયન માર્કેટમાં ભાવ એક લાખને પાર પહોંચ્યો

દિલ્હીમાં ભાવ કિલો દીઠ રૂ. 1,01,000 થી ઉપર અને હૈદરાબાદમાં ચાંદી 1,03,000 રૂપિયા પ્રતિ કિલોના બોલાયા

નવી દિલ્હી :  સોના અને ચાંદીના ભાવમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે અને બુલિયન માર્કેટમાં ચાંદીની કિંમત રૂ. 1 લાખથી વધુ જોવા મળી રહી છે. આજે ફ્યુચર્સ માર્કેટ એટલે કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં સાપ્તાહિક રજા છે, જેના કારણે આજે ભાવ વાયદા બજારમાં નહીં પરંતુ સ્થાનિક બજારમાં જોવા મળશે. ચાંદીએ રૂ.1 લાખથી ઉપરના ભાવ દર્શાવ્યા છે. દેશની રાજધાની દિલ્હીમાં તે એક લાખ રૂપિયાથી વધુમાં વેચાઈ રહી છે

   ચાંદીના ભાવમાં તીવ્ર ઉછાળા પછી, દિલ્હીમાં તેનો ભાવ કિલો દીઠ રૂ. 1,01,000 થી ઉપર છે. હૈદરાબાદમાં ચાંદી 1,03,000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે છે. કેરળમાં પણ ચાંદી 1,03,000 રૂપિયા પ્રતિ કિલોની ઉપર પહોંચી ગઈ છે. ભારતના ઘણા રાજ્યોમાં તે 97,000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. આ પહેલા 11 ઓક્ટોબરે ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 2000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો.

   દેશમાં સોનું ઘણું મોંઘું થઈ ગયું છે અને હવે રોકાણકારો સોનાની સાથે ચાંદીને પણ વધુ મહત્વ આપવા લાગ્યા છે,તેઓ સોના કરતાં વધુ ચાંદી ખરીદવા માંગે છે. આ પછી, ચાંદીના ભાવોમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે, અને આજે તે ફરી એકવાર રૂ. 1 લાખની ઉપર પહોંચી ગઈ છે. ઉદ્યોગોમાં પણ ચાંદીનો ઉપયોગ થાય છે અને હાલમાં ચાંદીમાં ઉચ્ચ સ્તેર જોવા મળી રહી છે કારણ કે દેશમાં ઔદ્યોગિક ગતિવિધિઓ ઝડપથી ચાલી રહી છે.

  

અમદાવાદમાં ચાંદીનો ભાવ રૂ.97,000 પ્રતિ કિલો છે.અયોધ્યામાં ચાંદીની કિંમત 97,000 રૂપિયા પ્રતિ કિલો છે.દિલ્હીમાં ચાંદીની કિંમત 1,01,000 રૂપિયા પ્રતિ કિલો છે.હૈદરાબાદમાં ચાંદીની કિંમત 1,03,000 રૂપિયા પ્રતિ કિલો છે. કેરળમાં ચાંદીની કિંમત 1,03,000 રૂપિયા પ્રતિ કિલો છે.

  આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ચાંદીના ભાવ વધી રહ્યા છે અને આ વધારાની અસર સ્થાનિક બજાર પર પણ જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીના ભાવ 1.58 ટકાના વધારા બાદ 31.735 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયા છે અને સતત વધારાના સંકેતો જોવા મળી રહ્યા છે.

(11:35 PM IST)