News of Sunday, 13th October 2024
સૌથી શક્તિશાળી રોકેટ સ્ટારશીપનું પાંચમું પરીક્ષણ સફળ: બૂસ્ટર ૯૬ કિમી ઉપર આકાશમાં ગયું અને પૃથ્વી પરના લોન્ચપેડ પર ફરી પાછું ફર્યું, શિપનું પાણીમાં કંટ્રોલ્ડ લેન્ડિંગ

વિશ્વના સૌથી શક્તિશાળી રોકેટ સ્ટારશિપનું પાંચમું પરીક્ષણ સફળ રહ્યું છે. આ પરીક્ષણમાં, પૃથ્વીથી ૯૬ કિમી ઉપર મોકલવામાં આવેલા સુપર હેવી બૂસ્ટરને લોંચપેડ પર સફળતાપૂર્વક પાછા લાવવામાં આવ્યું હતું, જેને મેકઝિલાએ પકડ્યું હતું. મેકઝિલા પાસે બે ધાતુના હાથ છે જે ચોપસ્ટિક્સ જેવા દેખાય છે.
સ્ટારશીપ પૃથ્વીના વાતાવરણમાં ફરી પ્રવેશી અને હિંદ મહાસાગરમાં કંટ્રોલ્ડ લેન્ડિંગ કર્યું. જ્યારે સ્ટારશીપ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું ત્યારે તેની ઝડપ ૨૬,૦૦૦ કિલોમીટર પ્રતિ કલાક હતી અને તાપમાન ૧૪૩૦ ° સે. સુધી પહોંચી ગયું હતું.
સ્ટારશિપ આજે એટલે કે ૧૩ ઓક્ટોબરે સાંજે ૦૫.૫૫ વાગ્યે બોકા ચિકા, ટેક્સાસથી લોન્ચ કરવામાં આવી હતી. સ્ટારશિપ અવકાશયાન અને સુપર હેવી રોકેટને સામૂહિક રીતે 'સ્ટારશિપ' કહેવામાં આવે છે. સ્ટારશિપમાં ૬ રેપ્ટર એન્જિન છે, જ્યારે સુપર હેવીમાં ૩૩ રેપ્ટર એન્જિન છે.
સ્ટારશિપની ચોથી ટેસ્ટ ૬ જૂન ૨૦૨૪ના રોજ થઈ હતી, જે સફળ રહી હતી. આ ૧.૦૫ કલાકનું મિશન બોકા ચિકાથી સાંજે ૬.૨૦ કલાકે લોન્ચ કરવામાં આવ્યું હતું. આમાં, સ્ટારશિપને અવકાશમાં લઈ જવામાં આવી, પછી પૃથ્વી પર પાછી લાવી અને પાણી પર ઉતારવામાં આવી.
આ ટેસ્ટ ફ્લાઈટનો મુખ્ય ધ્યેય એ જોવાનો હતો કે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ દરમિયાન સ્ટારશિપ ટકી શકે છે કે કેમ ? પરીક્ષણ પછી, કંપનીના માલિક એલોન મસ્કએ કહ્યું હતું કે, 'કેટલીક ટાઇલ્સના નુકસાન અને ક્ષતિગ્રસ્ત ફ્લૅપ હોવા છતાં, સ્ટારશિપે દરિયામાં સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું.'
(10:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
