<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

કોંગ્રેસે કરી લીધી તૈયારી : બદલશે આ 13 બેઠકોના પરિણામો! શું હરિયાણામાં નાયબ સિંહ સૈનીની મુશ્કેલીઓ વધશે?

હરિયાણામાં ભાજપ સતત ત્રીજી વખત જીત્યું:કોંગ્રેસે મત ગણતરીમાં ગેરરીતિનો આક્ષેપ કર્યો. કોંગ્રેસે ઈવીએમમાં ગેરરીતિના આક્ષેપો કર્યા.

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત કોંગ્રેસને પસંદ નથી આવી રહી. જ્યારે ભાજપ સતત ત્રીજી વખત જીત્યું ત્યારે કોંગ્રેસે મત ગણતરીમાં ગેરરીતિનો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસે ઈવીએમ બેટરીમાં ખામી હોવાના આક્ષેપો કર્યા હતા.

   કોંગ્રેસે પહેલા 7 વિધાનસભા બેઠકો પર મત ગણતરીમાં ગેરરીતિનો આક્ષેપ કર્યો હતો અને હવે ભારતના ચૂંટણી પંચને સુપરત કરાયેલા નવા મેમોરેન્ડમમાં તેણે હરિયાણાની 13 વિધાનસભા બેઠકો પર મતગણતરી પ્રક્રિયામાં અનિયમિતતાની વાત કરી છે. 

   કોંગ્રેસે જે 13 બેઠકો વિશે વાત કરી છે તેમાંથી ભાજપે 12 બેઠકો જીતી છે જ્યારે ઇન્ડિયન નેશનલ લોકદળને એક બેઠક મળી છે.

  આ 13 બેઠકોમાંથી 11 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અને એક બેઠક પર INLD અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો હતો. એક બેઠક એવી હતી કે જેના પર ભાજપ અને અપક્ષ ઉમેદવાર વચ્ચે જંગ હતો. 

   વ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) ફ્રોડના આરોપો ઉપરાંત, ટીમ ખર્ગે દ્વારા શુક્રવારે ચૂંટણી પંચને આપેલા મેમોરેન્ડમમાં કોંગ્રેસના પાણીપતના ઉમેદવાર વરિન્દર કુમારની ફરિયાદ પણ સામેલ છે.

(12:08 AM IST)