News of Monday, 14th October 2024
NCPના દિગ્ગજ નેતા બાબા સિદ્દીકીની પૂરા રાજકીય સન્માન સાથે અંતિમવિધિ કરાઈ
હત્યાનો ભોગ બનેલા એનસીપી નેતા બાબા સિદ્દીકીની મુંબઈના સૌથી મોટા કબ્રસ્તાનમાં દફનવિધિ

મુંબઈ : NCPના દિગ્ગજ નેતા બાબા સિદ્દીકીની પૂરા રાજકીય સન્માન સાથે અંતિમવિધિ કરાઈ હતી. મુંબઈના બાન્દ્રામાં આવેલા સૌથી મોટા કબ્રસ્તાનમાં તેમને દફન કરાયાં હતા. તેમની અંતિમવિધિમાં હજારો લોકો જોડાયા હતા. ચારે તરફ શોકનો માહોલ જોઈ શકાતો હતો. રાતના 8.45 વાગ્યાની આસપાસ તેમના પાર્થિવ શરીરને બાન્દ્રાના કબ્રસ્તાનમાં લઈ જવાયું હતું અને મુસ્લિમ વિધિ વિધાન અને પૂરા રાજકીય સન્માન સાથે તેમની દફનવિધિ પૂર્ણ કરાઈ હતી
મુંબઈમાં એનસીપી નેતા બાબા સિદ્દીકીની ગઈ કાલે તેમના પુત્ર જિશાન સિદ્દીકીની ઓફિસ બહાર ગોળીઓ મારીને હત્યા કરી દેવાઈ હતી. લોરેન્શ બિશ્નોઈ ગેંગે આ હત્યાની જવાબદારી લીધી છે અને ગેંગે એવું કહ્યું કે સલમાન ખાન કે દાઉદ ગેંગને મદદ કરનારના આવા જ હાલ થશે. ઉલ્લેખનીય છે કે સલમાન ખાન અને બાબા સિદ્દીકી વચ્ચે ઘર જેવા સંબંધો હતા.
બાબા સિદ્દીકી હત્યાકાંડમાં 4 આરોપીઓ છે જેમાંથી પોલીસે ગુરમેલ સિંહ અને ધરમરાજ કશ્યપ નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. શિવા કુમાર અને મોહમ્મદ જશિન અખ્તર નામના બે આરોપીઓ ફરાર છે અને તેમને પકડવા માટે મુંબઈ પોલીસે 10 ટીમો બનાવી છે. આરોપીઓ પાસેથી 2 પિસ્તોલ અને 28 કારતૂસ મળી આવ્યા છે. .
(12:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
