<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

કાલે સોમવારે સવારે મહારાષ્ટ્ર કોંગ્રેસના ટોચના નેતાઓની ઇમરજન્સી બેઠક બોલાવતા રાહુલ ગાંધી: હરિયાણામાં પરાજયના પગલે સીટ શેરિંગ માટે સાથી પક્ષોએ લાડ શરૂ કર્યા છે: ૧૮૦૦ થી વધુ લોકોએ કોંગ્રેસની ટિકિટ માંગી: કોંગ્રેસ ૧૦૦-૧૧૦ આસપાસ બેઠકો લડવા માંગે છે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કાલે સોમવારે સવારે ૧૦ વાગ્યે નવી દિલ્હીમાં મહારાષ્ટ્ર કોંગ્રેસના ટોચના નેતાઓની તાકીદની બેઠક બોલાવી છે. 

મહત્ત્વની બેઠક માટે આમંત્રિત કરાયેલા લોકોમાં મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાના પટોલે, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ સામેલ છે. આ ઉપરાંત આમંત્રિતોમાં મુંબઈ પ્રાદેશિક કોંગ્રેસ સમિતિના પ્રમુખ વર્ષા ગાયકવાડ, રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતા વિજય વડેટ્ટીવાર અને કૉંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા બાલાસાહેબ થોરાતનો સમાવેશ થાય છે.

મહારાષ્ટ્રમાં, ૧૮૦૦ થી વધુ લોકોએ કોંગ્રેસની ટિકિટ મેળવવાની ઇચ્છા વ્યક્ત કરી છે, જ્યારે પાર્ટી લગભગ ૧૦૦ થી ૧૧૦ બેઠકો પર જ ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે.

હરિયાણામાં પરાજય પછી હવે મહારાષ્ટ્રમાં ચૂંટણી આવી રહી છે ત્યારે સાથી પક્ષોએ બેઠક વિતરણ અંગે લાડ કરવાના શરૂ કર્યા હોય આ બેઠકનું મહત્વ વધી જાય છે.

(12:28 AM IST)