<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

હવે તો હદ થઈ ગઈઃ પતિ-પત્‍નીએ સુહાગરાતનો વીડિયો લીક કરી દીધો

આ વીડિયો જુલાઈ મહિનામાં શેર કર્યો હતો, પણ હાલમાં વાયરલ થઈ રહ્યો છે

નવી દિલ્‍હી,તા. ૧૪: લગ્નની સીઝન શરુ થવા જઈ રહી છે. લોકોની વચ્‍ચે લગ્નને લઈને ખાસો ઉત્‍સાહ જોવા મળે છે. યાદગીરી માટે લોકો પ્રી વેડિંગ શૂટથી લઈને વેડિંગનું શૂટ કરાવતા હોય છે, પણ આજકાલ લોકો ફેમસ થવા માટે કંઈ પણ કરી નાખતા હોય છે. કેટલાય લોકો તો એવા છે કે સુહાગરાતનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી દેતા હોય છે, જેનાથી લોકોને શરમજનક સ્‍થિતિમાં મુકાવું પડતું હોય છે. નેટિઝન્‍સ તેમને ખરી ખોટી સંભળાવી દેતા હોય છે તો કોઈ તેમના હિંમતને પણ દાદ આપતા હોય છે. હવે સોશિયલ મીડિયા સાઈટ એક્‍સ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં વર કન્‍યા પોતાની સુહાગરાતનો વીડિયો બનાવી રહ્યા છે.

આ વીડિયો જુલાઈ મહિનામાં શેર કર્યો હતો, પણ હાલમાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં નવા પરણીને આવેલા વર કન્‍યા પોતાની સુહાગરાતને લઈને ખૂબ જ ઉત્‍સાહિત છે. વરરાજો સુહાગરાતને તૈયારી માટે ઓનલાઈન ટૂર આપે છે. સાથે જ ફૂલોને સૂંઘતા કહે છે કે, ‘આમાંથી સુગંધ આવી રહી છે, પણ આનાથી વધારે સુગંધ તો આપણી જાહ્નવીજીમાંથી આવી રહી છે.' આટલું કહેતા વીડિયો બ્‍લર કરી કિસ કરવા લાગે છે.

તો વળી વીડિયોની શરૂઆતમાં છોકરો પોતાની પત્‍નીને પૂછે છે કે કેવી રહી આપણી સુહાગરાત. તેના પર છોકરી જવાબ આપે છે કે હજુ થઈ છે ક્‍યાં. ત્‍યાર બાદ તે પોતાની દુલ્‍હનની નથ તરફ ઈશારો કરતા પૂછે છે આ શું કામ પહેર્યું. તેના પર તે શાનદાર જવાબ આપે છે કે, ભાભીએ કહ્યું હતું. વીડિયો વાયરલ થતાં લોકો ગુસ્‍સે થઈ રહ્યા છે. કોમેન્‍ટ બોક્‍સમાં જેમ તેમ સંભળાવી રહ્યા છે.

આ વીડિયો હજારો કોમેન્‍ટ આવી રહી છે. એક યુઝરે મજાકમાં કોમેન્‍ટ કરી કે હસતે હસતે કટ જાયે રાસ્‍તે.. અન્‍ય એક યુઝરે લખ્‍યું છે કે, ભાઈ અપડેટ આપતો રહેજે.

(9:52 AM IST)