News of Monday, 14th October 2024
નવેમ્બર, ડિસેમ્બરમાં છે લગ્ન માટે ક્યારે અને કેટલા મુહૂર્ત ?
ટૂંકમાં બે મહિનામાં લગ્ન માટે ૧૮ જ મૂહુર્ત છે એટલે આ વખતે આ ૧૮ દિવસોમાં એક સાથે અનેક લગ્નો હશે

નવી દિલ્હી,તા. ૧૪: આપણે ત્યાં હિંદુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય કે વિવાહ વગેરે માટે શુભ મૂહુર્ત, ચોઘડિયા જોવામાં આવે છે અને હાલમાં તો દેવ સૂતા છે એટલે કોઈ પણ મંગલ કાર્ય કે વિવાહ સમારંભ નથી થતા પરંતુ હવે એક મહિના બાદ એટલે કે નવેમ્બર મહિનામાં દેવઉઠી એકાદશી બાદથી શુભ-મંગલ કાર્યનો શુભારંભ થશે, ત્યારે ચાલો જાણીએ કે નવેમ્બર-ડિસેમ્બરમાં લગ્ન માટેના ક્યારે અને કેટલા શુભ મૂહુર્ત બચ્યા છે.
મુંબઈના એક પ્રખ્યાત જયોતિષાચાર્યના જણાવ્યા અનુસાર આ વર્ષે ૧૨મી નવેમ્બર, ૨૦૨૪ના રોજ દેવઉઠી એકાદશી છે. તમારી જાણ માટે કે આ વર્ષે પહેલી જાન્યુઆરી બાદ વિવાહ માટેના કુલ ૭૧ શુભ મૂહુર્ત આપવામાં આવ્યા હતા અને હવે એમાંથી ૩૧મી ડિસેમ્બર સુધીના માત્ર ૧૮ જ મુહૂર્ત બચ્યા છે. ઓછા મુહૂર્તને કારણે આ વખતે ખૂબ જ મહામારી જોવા મળશે. જેને કારણે હોલ બુકિંગ, કેટરિંગ, બેન્ડ, પાર્લર સહિતના અનેક કામોમાં આજે તમારે ઝડપ લાવવી પડશે નહીં તો પાછળ તમારે પારાવાર હાલાકી અને મુશ્કેલીનો સામનો કરવો પડશે.
વાત કરીએ નવેમ્બરના મુહૂર્તની તો ૧૨મી નવેમ્બરથી દેવઉઠની એકાદશીથી જ લગ્નની સિઝન શરૂ થઈ જશે અને ત્યાર બાદ નવેમ્બરમાં ૧૬, ૧૭, ૧૮, ૨૨, ૨૩, ૨૪, ૨૫, ૨૮ અને ૨૯ તારીખે લગ્ન માટે શુભ મુહૂર્ત છે.
આગળ વધીને વાત કરીએ ડિસેમ્બરની તો ડિસેમ્બરમાં લગ્ન માટે ૩, ૪, ૫, ૯, ૧૦, ૧૧, ૧૩ અને ૧૪ ડિસેમ્બર લગ્ન માટે શુભ છે. અહીંયા તમારી જાણ માટે ૧૪મી ડિસેમ્બરની રાતે ખરમાસ શરૂ થઈ જશે એટલે આ દિવસે દિવસના સમયે લગ્ન કરવા શુભ રહેશે, પણ રાતના લગ્ન માટે સારું મુહૂર્ત નથી.
ટૂંકમાં બે મહિનામાં લગ્ન માટે ૧૮ જ મૂહુર્ત છે એટલે આ વખતે આ ૧૮ દિવસોમાં એક સાથે અનેક લગ્નો હશે, જેને કારણે તમારે તમારી તમામ બુકિંગમાં ઝડપ રાખવી પડશે, નહીં તો પાછળથી ચિંતામાં મૂકાવવાનો કે પછી કોમ્પ્રોમાઈઝ કરવો પડશે, તો રાહ શેની જુઓ છો, ચાલો તૈયારીઓ કરવા માંડો..
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
