<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

ઇઝરાયેલ પર હિઝબુલ્લાહનો અત્‍યાર સુધીનો સૌથી ઘાતક હુમલો

મિલિટરી બેઝ પર હુમલામાં ૪ IDF સૈનિકો માર્યા ગયા, ૬૦થી વધુ ઘાયલ : હિઝબુલ્લાએ ઇઝરાયલના હાઇફા શહેરને નિશાન બનાવીને લગભગ ૨૫ રોકેટ અને મિસાઇલો છોડ્‍યા હતા

નવી દિલ્‍હી, તા.૧૪: લેબનોનના ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાએ ઈઝરાયેલ પર જોરદાર હુમલો કર્યો છે. ઈરાન સમર્થિત હિઝબુલ્લાએ ઈઝરાયેલ પર આત્‍મઘાતી ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા છે, જેમાં ચાર ઈઝરાયેલ આર્મી IDF સૈનિકો માર્યા ગયા છે અને ઘણા ગંભીર રીતે ઘાયલ થયા છે.

હિઝબુલ્લાએ બિન્‍યામિનામાં લશ્‍કરી મથક પર હુમલો કર્યો. ઈઝરાયેલ પર હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવેલ આ હુમલો અત્‍યાર સુધીનો સૌથી ઘાતક હુમલો માનવામાં આવી રહ્યો છે. ઈઝરાયેલમાં થયેલા આ હુમલામાં અત્‍યાર સુધીમાં ૬૭ લોકો ઘાયલ થયા છે, જેમાંથી ઘણાની હાલત અત્‍યંત ગંભીર હોવાનું કહેવાય છે.

હિઝબુલ્લાએ ઇઝરાયલના હાઇફા શહેરને નિશાન બનાવીને લગભગ ૨૫ રોકેટ અને મિસાઇલો છોડ્‍યા હતા. ઈઝરાયેલની ચેનલ ૧૨ અનુસાર, હુમલા પહેલા કોઈ ચેતવણી સાયરન આપવામાં આવી ન હતી.

ઉત્તર ઇઝરાયેલમાં રવિવારે રાત્રે વિસ્‍ફોટોના અવાજો સંભળાતા રહ્યા. ૭ ઓક્‍ટોબર, ૨૦૨૩ થી, હિઝબુલ્લાએ ઇઝરાયેલ પર અત્‍યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. હિઝબુલ્લાનું કહેવું છે કે તેઓએ બિન્‍યામિનામાં ઇઝરાયલી સેનાના ગોલાની બ્રિગેડ કેમ્‍પ પર હુમલો કર્યો છે.

ઇઝરાયેલની સેના IDF નું કહેવું છે કે હિઝબુલ્લાહ એક શાળા અને સંયુક્‍ત રાષ્‍ટ્રની ઇમારતની આસપાસ રોકેટ છોડે છે. ૬ ઓક્‍ટોબરે પણ હિઝબુલ્લાએ એક સ્‍કૂલથી ૨૫ મીટરના અંતરે રોકેટ છોડ્‍યા હતા. એ જ રીતે, યુએન બિલ્‍ડિંગથી ૨૦૦ મીટરના અંતરે રોકેટ છોડવામાં આવ્‍યા હતા, જેમાં બે IDF  સૈનિકો માર્યા ગયા હતા. IDF  એ આપણા લોકો અને સૈનિકો પરના આવા હુમલાઓને રોકવા માટે દક્ષિણ લેબનોનમાં કામગીરી વધારવાનું ચાલુ રાખવું જોઈએ.

જારી કરાયેલા એક નિવેદનમાં હિઝબુલ્લાએ હુમલાની જવાબદારી લીધી અને કહ્યું કે અમે ગોલામી બ્રિગેડ કેમ્‍પ પર અનેક ડ્રોન ફાયર કર્યા છે. તમને જણાવી દઈએ કે ગોલાની બ્રિગેડ વાસ્‍તવમાં ઈઝરાયેલ આર્મીની પાંચ ઈન્‍ફન્‍ટ્રી બ્રિગેડમાંથી એક છે.

અગાઉ, હિઝબુલ્લાએ લેબનોનથી ઇઝરાયેલ પર પાંચ અષાો છોડ્‍યા હતા, જેને ઇઝરાયેલી સેનાએ સફળતાપૂર્વક અટકાવી દીધા હતા. આ ઘટના સવારે ૯ વાગ્‍યે અપર ગેલીલી, સેન્‍ટ્રલ ગેલીલી, વેસ્‍ટર્ન ગેલીલી, હાઈફા અને કાર્મેલ વિસ્‍તારોમાં બની હતી.

ઈઝરાયેલે ૧ ઓક્‍ટોબરે દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહ વિરુદ્ધ ગ્રાઉન્‍ડ ઓપરેશન શરૂ કર્યું હતું. આ યુદ્ધ દરમિયાન બંને પક્ષો એકબીજા પર હવાઈ અને રોકેટ હુમલા પણ કરી રહ્યા છે. ઇઝરાયેલના હવાઈ હુમલામાં લેબનોનમાં મળત્‍યુઆંક ૨,૦૦૦ને વટાવી ગયો છે, પરંતુ તેમ છતાં હિઝબુલ્લાહ લડવૈયાઓ લેબનોનમાં ઇઝરાયલી સૈનિકો સાથે અથડામણ કરી રહ્યા છે.

(10:49 AM IST)