<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

નાસિક પહોંચતા પહેલા થશે મોટો વિસ્ફોટ - મુંબઈ હાવડા મેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:અફરતફરીનો માહોલ

સોશિયલ મીડિયા પોસ્ટમાં મુંબઈ હાવડા મેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ :ટ્રેનને રોકીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું

મુંબઈ હાવડા મેલને બોમ્બની ધમકી મળી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં નાસિકમાં ટાઈમર દ્વારા બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી. આ પોસ્ટમાં મહારાષ્ટ્ર પોલીસ માટે પણ અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, ફઝાલુદ્દીન નામના એકાઉન્ટ દ્વારા ટ્રેનને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ધમકીમાં લખ્યું હતું કે ઓ હિન્દુસ્તાની રેલ્વે, શું તમે લોકો આજે સવારે લોહીના આંસુ પાડશો, આજે ફ્લાઈટમાં બોમ્બ મુકવામાં આવ્યો છે અને ટ્રેન 12809માં પણ નાસિક પહોંચતા પહેલા મોટો બ્લાસ્ટ થશે 

     બોમ્બ બ્લાસ્ટની ધમકી મળ્યા બાદ સોમવારે સવારે 4 વાગ્યે મુંબઈ હાવડા મેલને જલગાંવમાં રોકીને તેની તલાશી લેવામાં આવી હતી. લગભગ બે કલાકની સઘન તપાસ બાદ પણ સુરક્ષા જવાનોને કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. બોમ્બ મળવાની ધમકી માત્ર અફવા સાબિત થઈ છે. જે બાદ ટ્રેનને રવાના કરવામાં આવી હતી. રેલ્વેએ જણાવ્યું કે આજે સવારે 4 વાગ્યાની આસપાસ કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો. ટ્રેન નંબર 12809ની અંદર બોમ્બ છે. ટ્રેનને જલગાંવ સ્ટેશન પર રોકીને ચેકિંગ કરવામાં આવ્યું હતું. તેમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. આ પછી ટ્રેનને નિર્ધારિત સ્થળે સરળતાથી દોડાવવામાં આવી હતી.

(11:51 AM IST)