News of Monday, 14th October 2024
બેંકો અને એનબીએફસી કંપનીઓમાં AI ઉપયોગથી નાણાકિય છેતરપિંડી પર લગામ લાગી
૨૦૨૨માં ૬૦ હજાર કરોડ રૂપિયાથી વધુનું નુકસાન જયારે ૨૦૨૪માં માત્ર ૧૩૯૩૦ કરોડ રૂપિયા ગુમાવ્યા

નવી દિલ્હી તા. ૧૪ : આરબીઆઈના નિર્દેશો બાદ બેંકો અને એનબીએફસી કંપનીઓમાં નાણાકીય છેતરપિંડી પર ધીમે ધીમે અંકુશ આવી રહ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૨ ની તુલનામાં નાણાકીય છેતરપિંડીના કેસ ચોક્કસપણે વધ્યા છે, તેમ છતાં તેમાં લોકો દ્વારા ખોવાયેલી રકમમાં રેકોર્ડ ઘટાડો થયો છે.
આરબીઆઈના રિપોર્ટ અનુસાર, ૨૦૨૨માં નોંધાયેલા કુલ ૯૧૦૩ કેસમાં લોકોને ૬૦ હજાર કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું હતું. ૨૦૨૪માં કુલ ૩૫ હજાર કેસ નોંધાયા હતા, પરંતુ લોકોએ માત્ર ૧૩૯૩૦ કરોડ રૂપિયા ગુમાવ્યા હતા અને ૪૬.૭ ટકાનો ઘટાડો નોંધાયો હતો. તેના પર આરબીઆઈનું કહેવું છે કે બેંકો અને એનબીએફસીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) અને મશીન લર્નિંગ (એમએલ) ટેકનોલોજીના વધતા ઉપયોગને કારણે લોકો મોટી રકમ ગુમાવવાનું ટાળી રહ્યા છે, જો કે, યુપીઆઈ અને નેટ-બેંકિંગનો ઉપયોગ વધવાથી કિસ્સાઓમાં, વધારો થયો છે.
તાજેતરમાં, આરબીઆઈ ગવર્નર શકિતકાંત દાસે જણાવ્યું હતું કે ઓટોમેશન દ્વારા, માનવીય ભૂલ વિના દૈનિક કાર્યો સરળતાથી કરી શકાય છે. રોબોટિક પ્રોસેસ ઓટોમેશન માણસો કરતાં વધુ કાર્યક્ષમ રીતે ઉચ્ચ-વોલ્યુમ વર્ક અને ટ્રાન્ઝેકશન પ્રક્રિયાઓને સરળતાથી હેન્ડલ કરી શકે છે.
બેંકો અને NBFCs માટે વૃદ્ઘિ મહત્વપૂર્ણ છે, પરંતુ તે કયારેય મોટા જોખમોની કિંમતે આવવી જોઈએ નહીં. લાંબા ગાળાની સફળતા માટે, જોખમ ઓછું રાખવું જરૂરી છે જેથી કરીને આપણે સારી નાણાકીય વ્યવસ્થા બનાવી શકીએ.
ટેકનોલોજીનો ઉપયોગ કરીને, અસામાન્ય પેટર્ન અને વ્યવહારો સરળતાથી ઓળખી શકાય છે. આ સાથે, નાણાકીય સંસ્થાઓ તેમના ગ્રાહકોને છેતરપિંડીના જોખમથી બચાવી રહી છે. નાણાકીય ક્ષેત્રમાં ડિજિટલાઈઝેશન વધી રહ્યું છે. અદ્યતન ટેકનોલોજી બેંકો અને NBFC કંપનીઓને મજબૂત બનાવી રહી છે. જો કે, તે સુનિશ્યિત કરવું આવશ્યક છે કે તકનીક સુરક્ષિત અને વિશ્વસનીય છે. સંસ્થાના ઉદ્દેશ્યો સાથે મેળ ખાય છે.(
(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
