<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

જાણો મુહૂર્ત ટ્રેડિંગનો સમય અને તારીખ :દિવાળીના મુહૂર્ત ટ્રેડિંગમાં રોકાણકારો આ પાંચ શેરોમાં ભારે ખરીદી કરી શકે

દિવાળી 2024 પર આયોજિત વિશેષ ટ્રેડિંગ સેશનમાં રોકાણકારો લાર્જકેપ શેરો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે:જાણો એવા શેર વિશે જે દિવાળીમાં પોર્ટફોલિયોને વધુ ઉજ્જવળ બનાવી શકે

મુંબઈ : સોમવારે શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. બે સપ્તાહના લાંબા વિરામ બાદ બજારમાં થોડી ખરીદી આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. દિવાળી પહેલા બજાર ઊંચા સ્તરે ટકી રહ્યું છે તે બજારનો સારો સંકેત છે. રોકાણકારો દિવાળીના મુહૂર્ત ટ્રેડિંગ પર ખાસ ખરીદીમાં પસંદગીના શેરોમાં પોઝિશન બનાવી શકે છે.

   દિવાળી 2024 પર આયોજિત વિશેષ ટ્રેડિંગ સેશનમાં રોકાણકારો લાર્જકેપ શેરો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. શુક્રવાર, નવેમ્બર 1, 2024 ના રોજ સાંજે 6:15 થી 7:15 વાગ્યા સુધી ખાસ એક કલાકનું દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ સત્ર નક્કી કરવામાં આવ્યું છે.

   મુહૂર્ત ટ્રેડિંગ સેશન એ પરંપરાગત ટ્રેડિંગ સેશન છે જેમાં સ્ટોક એક્સચેન્જ માત્ર એક કલાક માટે ખુલ્લું હોય છે, જે વેપારીઓ અને રોકાણકારોને દિવાળીની શરૂઆત નિમિત્તે સાંકેતિક ટ્રેડિંગ કરવાની તક આપે છે.

    દિવાળીના મુહૂર્ત ટ્રેડિંગને શેરબજારમાં રોકાણ સહિત નવા વ્યવસાય શરૂ કરવા માટે શુભ સમય તરીકે જોવામાં આવે છે. વેપારીઓ મોટાભાગે દિવાળી પર નવા સેટલમેન્ટ એકાઉન્ટ ખોલે છે.

  એક કલાકનું દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ સેશન શુક્રવાર, નવેમ્બર 1 ના રોજ સાંજે 6.15 થી 7.15 સુધી ચાલશે. ચાલો એવા શેરો પર એક નજર કરીએ જે આ દિવાળીમાં તમારા પોર્ટફોલિયોને વધુ ઉજ્જવળ બનાવી શકે છે

     ઘણા રોકાણકારો દિવાળીના મુહૂર્ત ટ્રેડિંગમાં HDFC બેંકના શેર ખરીદી શકે છે. સોમવારે HDFC બેંકના શેર 2%ના ઉછાળા સાથે 1,685.35 રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા. આ સ્ટોક છેલ્લા એક વર્ષથી શાંત છે પરંતુ અમે ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંકને અવગણી શકીએ નહીં. HDFC બેંકનું માર્કેટ કેપ 12.87 લાખ કરોડ રૂપિયા છે.

   મુહૂર્ત ટ્રેડિંગમાં રોકાણકારો ટાટા પાવર તરફ વળી શકે છે. આ મલ્ટિબેગર સ્ટોક છે અને વર્ષોથી રોકાણકારોને વળતર આપી રહ્યો છે. ગયા વર્ષે, ટાટા પાવરના શેરે તેના રોકાણકારોને 80% સુધીનું વળતર આપ્યું હતું. સોમવારે ટાટા પાવરના શેર રૂ.459.80ના સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા. કંપનીનું માર્કેટ કેપ 1.47 લાખ કરોડ રૂપિયા છે.

   ઈન્ડિયન રેલવે ફાયનાન્સ કોર્પના શેર ઘણા રોકાણકારો માટે મલ્ટિબેગર સ્ટોક સાબિત થયા છે. રોકાણકારો આગામી મુહૂર્ત ટ્રેડિંગમાં આ સ્ટોક ખરીદી શકે છે. આ શેરે છેલ્લા એક વર્ષમાં રોકાણકારોની મૂડી બમણી કરી છે. IRFCનું માર્કેટ કેપ 1.99 લાખ કરોડ રૂપિયા છે.

  મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં પણ ખરીદી જોવા મળી શકે છે. આ શેરે તેના રોકાણકારોને વર્ષ-દર વર્ષે સારું વળતર આપ્યું છે. છેલ્લા એક વર્ષમાં ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝે તેના રોકાણકારોને 40% વળતર આપ્યું છે. તેનું માર્કેટ કેપ 1.82 લાખ કરોડ રૂપિયા છે.

    ITCએ ગયા વર્ષે તેના રોકાણકારોને મજબૂત વળતર આપ્યું છે. આ વર્ષે આ સ્ટૉકમાં મુહૂર્ત ટ્રેડિંગમાં પણ સારા ખરીદદારો જોવા મળી શકે છે. સોમવારે આઈટીસીના શેર રૂ.495.95ના સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા. આ કંપનીનું માર્કેટ કેપ 6.20 લાખ કરોડ રૂપિયા છે. આ સ્ટોક સતત વળતર આપતો સ્ટોક છે અને ડિફેન્સિવ સેક્ટર એફએમસીજીનો આ સ્ટોક પણ માર્કેટ કરેક્શનમાં આગળ વધે છે.

(1:22 PM IST)