<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

દિલ્હીવાસીઓ આ દિવાળીમાં પણ ફટાકડા ફોડી શકશે નહીં:AAP સરકારે જાહેરનામું બહાર પાડ્યું

દિલ્હી સરકારે આ દિવાળી પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો:મંત્રી ગોપાલ રાયે એક સૂચના પોસ્ટ કરીને રાજધાનીના લોકોને ચેતવણી આપી

નવી દિલ્હી : આ વખતે પણ દિલ્હીના લોકો દિવાળી પર ફટાકડા ફોડી શકશે નહીં. સરકારે ફટાકડા પર પ્રતિબંધ ચાલુ રાખવાનો આદેશ આપતા નોટિફિકેશન બહાર પાડ્યું છે. મંત્રી ગોપાલ રાયે પોતાના એક્સ હેન્ડલ પર સૂચના પોસ્ટ કરીને આદેશની જાણકારી આપી

   તેમણે પોસ્ટમાં લખ્યું છે કે શિયાળામાં વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને આજથી 1 જાન્યુઆરી 2025 સુધી ફટાકડા બનાવવા, સ્ટોક કરવા, વેચવા અને ખરીદવા પરનો પ્રતિબંધ આ વર્ષે પણ લાગુ રહેશે. તમામ દિલ્હીવાસીઓ પાસેથી સહકારની વિનંતી છે. જો 1 જાન્યુઆરી, 2025 સુધીમાં ફટાકડા બનાવતા, સંગ્રહ, વેચાણ અથવા ખરીદતા પકડાશે તો તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તમામ વિભાગોને સૂચના મોકલી દેવામાં આવી છે અને અધિકારીઓને સતર્ક રહેવા સૂચના પણ આપવામાં આવી છે.

    દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલે કહ્યું કે જેમ જેમ શિયાળો વધે છે તેમ તેમ દિલ્હીમાં સ્મોગ અને વાયુ પ્રદુષણ પણ વધે છે. આ વખતે દિલ્હી સરકાર ધુમ્મસ અને વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે પ્રતિબદ્ધ છે. તેથી લોકોને ફટાકડા ફોડીને વાયુ પ્રદૂષણ ન ફેલાવવા ચેતવણી આપવામાં આવે છે. બાંધકામના કામ દ્વારા અથવા અન્ય કોઈપણ રીતે વાયુ પ્રદૂષણ ફેલાવશો નહીં. વાયુ પ્રદૂષણ ફેલાવનારાઓ સામે સરકાર ધૂળ વિરોધી ઝુંબેશ વધુ તેજ કરશે. કોઈપણ પ્રકારની શિથિલતા ન દાખવવા સૂચના છે. આદેશ અને નિયમોનો ભંગ કરનાર જણાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

(1:23 PM IST)