News of Monday, 14th October 2024
હરિયાણામાં ૧૭ ઓક્ટોબરે જે કેમ શપથવિધિ? તારીખ પાછળ છે ખાસ કારણ
ભાજપ સત્તા સંભાળવાની સાથે આપશે સંદેશ

નવી દિલ્હી,તા. ૧૪: હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીની નવી સરકાર ૧૭ ઓક્ટોબરે શપથ લેશે. પહેલા એવા અહેવાલ હતા કે સૈની સરકાર ૧૫ ઓક્ટોબરે શપથ લેશે, પરંતુ ત્યારબાદ ૧૭ ઓક્ટોબરની તારીખ નક્કી કરવામાં આવી હતી. તારીખ શા માટે બદલવામાં આવી તેનું કારણ હવે સ્પષ્ટ થઈ ગયું છે. હકીકતમાં ૧૭મી ઓક્ટોબરે વાલ્મીકિ જયંતિ છે. આ દિવસે શપથ લઈને ભાજપ દલિતોને ખાસ સંદેશ આપવા માંગે છે.
ઉલ્લેખનીય છે કે હરિયાણા સરકારે રામચરિતમાનસના રચિયતાની જન્મ તારીખ પર રાજ્યમાં જાહેર રજા જાહેર કરી દીધી છે. વાલ્મીકિ સંપ્રદાયમાં વાલ્મીકિ જયંતિ પ્રગટ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન મોદી પણ હાજર રહેશે. આ વર્ષે યોજાયેલી લોકસભા ચૂંટણીમાં હરિયાણામાં ભાજપનું પ્રદર્શન સારું રહ્યું ન હતું. તે અહીં ૧૦માંથી માત્ર પાંચ બેઠકો જીતી શકી હતી.
પરંતુ તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માટે વસ્તુઓ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. હરિયાણામાં વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ભાજપ રેકોર્ડ ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહી છે. જાટલેન્ડમાં ભાજપની તાકાત અને દલિત-ઓબીસી મતો પર તેની પકડ આ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે. લોકસભા ચૂંટણીમાં આ દલિત-ઓબીસી મત કોંગ્રેસના ખાતામાં ગયા હતા.
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
