<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

ઓલા ઇલેકટ્રીક સ્‍કૂટર બાદ કેબ સર્વીસ ઉપર સરકારની કડક નજર

ફાઉન્‍ડર ભાવિશ અગ્રવાલની વધી શકે છે મુશ્‍કેલી : સેન્‍ટ્રલ કન્‍ઝયુમર પ્રોટેક્‍શન ઓથોરિટી કેબ સર્વિસ કંપની Olaને કન્‍ઝયુમર ફ્રેન્‍ડલી ફેરફારો લાગુ કરવા માટે નિર્દેશ આપ્‍યો

નવી દિલ્‍હી,તા. ૧૪: ઓલા ઇલેકટ્રીકના સ્‍થાપક અને ઘ્‍ચ્‍બ્‍ ભાવિશ અગ્રવાલની મુશ્‍કેલીઓ વધી રહી છે. ઇલેક્‍ટ્રિક સ્‍કૂટર બાદ હવે સરકાર ઓલા કેબ સર્વિસ પર પણ કડક નજર રાખી રહી છે. સેન્‍ટ્રલ કન્‍ઝ્‍યુમર પ્રોટેક્‍શન ઓથોરિટી (CCPA)એ કેબ સર્વિસ કંપની Olaને કન્‍ઝ્‍યુમર ફ્રેન્‍ડલી ફેરફારો લાગુ કરવા માટે નિર્દેશ આપ્‍યો છે. જેમાં રિફંડ વિકલ્‍પો આપવા અને ‘ઓટો રાઇડ્‍સ' માટે રસીદો આપવાનો સમાવેશ થાય છે. CCPAએ રવિવારે આ જાણકારી આપી હતી.

 ચીફ કમિશનર નિધિ ખરેની આગેવાની હેઠળના CCPAએ શોધી કાઢયું હતું કે, Olaની રિફંડ પોલિસી માત્ર ભવિષ્‍યની સવારી માટે કૂપન કોડ પ્રદાન કરે છે, જ્‍યારે ગ્રાહકોને તેમના બેંક ખાતામાં રિફંડનો વિકલ્‍પ આપવામાં આવતો નથી. CCPAએ એક નિવેદનમાં જણાવ્‍યું હતું કે, ‘આ પ્રથા ઉપભોક્‍તાના અધિકારોનું ઉલ્લંઘન કરે છે,' નિયામકે કહ્યું કે, રિફંડ પોલિસીનો કોઈ પ્રશ્‍ન પૂછવામાં નહીં આવે તેનો અર્થ એવો ન હોઈ શકે કે કંપની લોકોને આ સુવિધાનો ઉપયોગ માત્ર આગલી વખતે જ્‍યારે તેઓ આ સેવાનો લાભ લે ત્‍યારે કરવા માટે પ્રોત્‍સાહિત કરે છે. CCPAએ Olaને તેના પ્‍લેટફોર્મ દ્વારા બુક કરાયેલ તમામ Ola રાઇડ્‍સ' માટે બિલ જારી કરવાનો આદેશ પણ આપ્‍યો છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા CCPAએ ભાવિશ અગ્રવાલની કંપની ર્બ્‍શ્રી ઈલેક્‍ટ્રીકને નોટિસ જારી કરી હતી. ઇલેક્‍ટ્રિક ટુ-વ્‍હીલર ઉત્‍પાદક કંપની Ola સામે ગુણવત્તા અને વેચાણ પછીની સેવા સંબંધિત ૧૦,૦૦૦થી વધુ ફરિયાદો એક વર્ષમાં મળી હતી. આ ફરિયાદોનું નિરાકરણ ન આવ્‍યા બાદ, CCPAએ ઓલા ઈલેક્‍ટ્રીક સામે કાર્યવાહી શરૂ કરી અને ૭ ઓક્‍ટોબરે કારણ બતાવો નોટિસ જારી કરી. CCPAએ નોટિસનો જવાબ આપવા માટે Ola ઇલેક્‍ટ્રિકને ૧૫ દિવસનો સમય આપ્‍યો છે.

(1:29 PM IST)