<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

એક ફોન આવતા બાબા સીદીકીના પુત્ર જીશાનનો બચ્‍યો જીવ

 

મુંબઇ તા. ૧૪: શનિવાર રાત્રે બાબા સીદીકીની સાથે પુત્ર જીશાન પણ ઓફીસે હતો. રાત્રે ૯.૩૯ વાગ્‍યે તેઓ ફટાકડા ફોડી ઘરે જવાના હતા. જેવા તેઓ ઓફીસથી નીચે ફટાકડા ફોડવા ઉતર્યા ત્‍યાં જીશાનને ફોન આવતા તે પાછો ઓફીસ ચાલ્‍યો ગયો હતો. દરમિયાન બુકાનીધારી ત્રણ લોકોએ ગાડીમાંથી ઉતરવાની સાથે બાબા સીદીકી ઉપર ૬ ગોળી છોડી હતી. જીશાનને ૧પ દિવસ પહેલા જ ધમકી મળતા તેની સુરક્ષા વાય લેવલની કરવામાં આવી હતી. જો જીશાને ફોન રીસીવ ન કર્યો હોત તો હુમલાખોરોએ તેના ઉપર પણ ગોળી છોડી હોત.

(3:29 PM IST)