News of Monday, 14th October 2024
બિશ્નોઇ સમાજ અને સલમાન વચ્ચે છે ર૬ વર્ષ જુની દુશ્મની
વર્ષ ૧૯૯૮માં કાળા હરણના શિકારથી સમગ્ર મામલો શરૂ થયેલ : લોરેન્સ બિશ્નોઇ દ્વારા ર૦૧૮માં અભિનેતા સાથે બદલો લેવા જાહેરાત કરેલ

મુંબઇ તા. ૧૪: બાબા સદ્દકીની હત્યાની જવાબદારી બિશ્નોઇ ગેંગ દ્વારા લેવાયા બાદ સલમાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેના ઘરે પોલીસની સંખ્યા ડબલ કરી દેવામાં આવી છે.
વર્ષ ૧૯૯૮માં ફિલ્મ હમ સાથ સાથ હૈનું શુટીંગ રાજસ્થાનના જોધપુર ખાતે ચાલી રહ્યું હતું. દરમિયાન ર૭-ર૮ સપ્ટેમ્બરની રાત્રે કાંકણી ગામમાં સફેદ જીપ્સીની લાઇટ દેખાતા ગ્રામજનોને અંદાજો આવી ગયેલ કે ચિંકારા અથવા કાળા હરણના શિકાર માટે શિકાઅીો આવ્યા છે. ગ્રામજનો તેનો પીછો કર્યો પણ જીપ્સી ભાગવામાં સફળ રહેલ. બીજા દિવસે એક વ્યકિતના હવાલાથી સામાચાર આવેલ કે, જીપ્સીમાં સલમાન ખાન હતો. ત્યારબાદ તપાસ થયેલ. તપાસ દરમિયાન તેઓની રોકાવાની જગ્યાએથી કાળા હરણના અવશેષ મળેલ. બિશ્નોઇ સમાજ ર ઓકટોબરે પહેલીવાર આ અંગે ફરિયાદ નોંધાવી હતી.
ત્યારબાદ સલમાનની ધરપકડ થયેલ અને જેલમાં પણ જવું પડેલ. બિશ્નોઇ સમાજે સલમાનને બિકાનેરના મુકિતધામ મુકામે આવી સમાજના વડીલોની માફી માંગવા જણાવેલ. પણ સલમાને તેમ ન કરતા સમાજે તેને માફ પણ ન કર્યો. ત્યારબાદ ર૦૧૮માં પહેલીવાર લોરેન્સ બિશ્નોઇ ગેંગની એન્ટ્રી થયેલ. લોરેન્સે જાહેરાત કરેલ કે કાળા હરણના શિકાર માટે સલમાનની સાથે બદલો લઇને રહેશે.
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
