News of Monday, 14th October 2024
અરબી સમુદ્રની સિસ્ટમ ગતરાત્રે વધુ મજબૂત થઇ ડીપ્રેશનમાં ફેરવાઇઃ આજે અને કાલે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ
બંગાળની ખાડીમાં લો પ્રેસરઃ તામિલનાડૂ-આંધ્રના કાંઠે ટકરાશેઃ ગુજરાતમાં ખૂબ સિમિત વિસ્તારમાં ૧૮-૧૯-ર૦ હળવા ભારે ઝાપટા પડશે : કાલથી વરસાદના વિસ્તારો-તીવ્રતામાં ઘટાડો થશેઃ ૧૬ તારીખે માત્ર છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપડા પડશે

રાજકોટ તા. ૧૪: જાણીતા વેધર એનાલીસ્ટની ગૌરવ રાણીંગાએ આજે બપોરે ‘‘અકિલા''ને જણાવેલ કે, મધ્ય અરબ સાગરમાં રહેલી વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ ગઇકાલે ૧૩ ઓકટોબરની રાત્રે વધુ મજબૂત થઈ હવે ડિપ્રેશન સિસ્ટમમાં ફેરવાઈ ગઈ છે અને પヘમિ ઉતર પヘુિમ દિશામાં ગતિ કરી ગુજરાતથી દુર ઓમાન કાંઠા તરફ જઈ રહી છે, અગાઉ જણાવ્યા મુજબ જ આ સિસ્ટમથી સીધી રીતે ગુજરાતમાં કોઈ ખતરો નથી પણ સિસ્ટમને લીધે બદલાયેલી પવનોની દિશા અને વાતાવરણમાં અલગ અલગ લેવલે પવનોમાં અસ્થિરતા તેમજ વધેલા ભેજના પ્રમાણને લઈ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. આજે ૧૪ ઓકટોબર અને આવતી કાલે ૧૫ ઓકટોબરના રોજ પણ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ઝાપટાં અને અમુક સ્થળે હળવો મધ્યમ તો કયાંક ભારે એવો વરસાદ હજુ વરસી શકે છે. આવતીકાલે વરસાદના વિસ્તારો અને તીવ્રતામાં ઘટાડો થશે જે ૧૬ તારીખે વધુ ઘટી અમુક જ છૂટા છવાયા વિસ્તારો પૂરતો સીમિત રહે તેવી શકયતા છે.
દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં ગઇકાલે રહેલું અપર એર સાયક્લોનિક સકર્યુલેશન હવે મજબૂત થઈ લો પ્રેશર સિસ્ટમમાં ફેરવાય ગયું છે જે આગામી બે દિવસમાં મજબૂત થઈ ઉતર પヘમિ દિશામાં ગતિ કરી ઉતર તમિલનાડુ-દક્ષિણ આંધ્રપ્રદેશના કાંઠે ટકરાશે, ત્યારબાદ આ સિસ્ટમ અરબ સાગરમાં પ્રવેશ કરી પヘમિ ઉતર પヘમિ દિશામાં ગતિ કરશે. આ સિસ્ટમની પણ કોઈ સીધો અસર ગુજરાત ઉપર થાય તેવું નથી લાગતું પણ આ સિસ્ટમને લીધે ૧૮-૧૯-૨૦ તારીખમાં ગુજરાતના ખૂબ સીમિત વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાં અને કયાંક કયાંક હળવા મધ્યમ વરસાદની શકયતા રહેશે જેના વિસ્તારો દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પૂરતા સીમિત રહી શકે. આ હજુ આગોતરું એંધાણ ગણવું જેમાં સિસ્ટમના ટ્રેક અને સિસ્ટમ કેટલી મજબૂત થાય તે મુજબ ફેરફાર થઈ શકે તો તેની અપડેટ આગળ આપવામાં આવશે.
નોંધઃ માહિતી હાલના વેધરચાર્ટના અંગત એનલિસિસ મુજબ છે જેમાં આગળ કુદરતી ફેરફાર શકય. તમારા વ્યવસાયિક નિર્ણયો અને વરસાદ વાવાઝોડાની આગાહી માટે હવામાન વિભાગની અપડેટ ઉપર આધાર રાખવો.
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
