News of Monday, 14th October 2024
દેશની બીજી સૌથી મોટી કાર કંપની હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયા આવતીકાલે ભારતનો સૌથી મોટો IPO લોન્ચ કરશે : કંપની દ્વારા અંદાજે રૂ. 27,870 કરોડ એકત્ર કરવાની યોજના
કંપનીએ 1998 થી માર્ચ 31, 2024 સુધીમાં ભારતમાં અંદાજે 12 મિલિયન પેસેન્જર વાહનોનું વેચાણ કર્યું છે જેમાં નિકાસનો પણ સમાવેશ : નાણાકીય વર્ષ 2024માં હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા લિમિટેડની કુલ આવક 71,302 કરોડ રૂપિયા અને નફો 6,060 કરોડ રૂપિયા હતો

નવી દિલ્હી તા.૧૪ : દેશની બીજી સૌથી મોટી કાર કંપની હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયા આવતીકાલે એટલે કે 15 ઓક્ટોબરે ભારતનો સૌથી મોટો IPO લોન્ચ કરવા જઈ રહી છે. આ IPO 15 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર સુધી રિટેલ રોકાણકારો માટે ખુલ્લો રહેશે.
વર્તમાન સમયમાં મોટાભાગના દરેક લોકો સાઈડ ઈનકમ માટે IPO ભરતા હોય છે અને હવે તો દર અઠવાડિયે કોઈને કોઈ કંપનીનો IPOનું લોન્ચ અથવા લિસ્ટિંગ થઈ રહ્યું છે. આ સાથે જ IPO ભરીને પૈસા કમાવા માંગતા ઇન્વેસ્ટરોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, એવામાં આવતીકાલે IPOમાં પૈસા રોકવા માટે મોટી તક આવી રહી છે.
હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયાનો IPO આવતીકાલે એટલે કે 15 ઓક્ટોબરે બહાર પડવાનો છે. આ ભારતનો સૌથી મોટો IPO છે, જેના દ્વારા કંપની અંદાજે રૂ. 27,870 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. હ્યુન્ડાઈએ જૂનમાં સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાને આઈપીઓની મંજૂરી માટે અરજી કરી હતી. તેને સેબી તરફથી 24 સપ્ટેમ્બરે IPO લાવવાની મંજૂરી મળી હતી.
હ્યુન્ડાઈના આઈપીઓની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રૂ.1865 થી 1960 નક્કી કરવામાં આવી છે. આ IPO 15 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર સુધી રિટેલ રોકાણકારો માટે ખુલ્લો રહેશે, જેમાં એક લોટમાં 7 શેર હશે. કંપનીએ કહ્યું છે કે આ આઈપીઓથી મળનારી તમામ રકમ કંપનીના પ્રમોટરોને જશે.
આવતીકાલે 15 ઓક્ટોબરે, LICનો રેકોર્ડ તૂટવા જઈ રહ્યો છે અને દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો Hyundai IPO રોકાણકારો માટે ખુલ્લો થવા જઈ રહ્યો છે. સરકારી ક્ષેત્રની જીવન વીમા કંપની LIC મે 2022માં રૂ. 21008 કરોડનો IPO લઈને આવી હતી, જે સૌથી મોટો IPO હતો. રૂ. 949ની ઇશ્યૂ કિંમત સાથેનો શેર 7.79 ટકાના ડિસ્કાઉન્ટ સાથે રૂ. 875 પર લિસ્ટ થયો હતો.
કંપનીએ 1998 થી માર્ચ 31, 2024 સુધીમાં ભારતમાં અંદાજે 12 મિલિયન પેસેન્જર વાહનોનું વેચાણ કર્યું છે, જેમાં નિકાસનો પણ સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ 2024માં હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા લિમિટેડની કુલ આવક 71,302 કરોડ રૂપિયા અને નફો 6,060 કરોડ રૂપિયા હતો. ઉલ્લેખનીય છે કે હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા ભારતની બીજી સૌથી મોટી કાર કંપની છે, આ યાદીમાં મારુતિ સુઝુકી ઈન્ડિયા પ્રથમ સ્થાને છે.
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
