<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

૨૨ વર્ષોમાં પહેલીવાર જમ્‍મુ વિભાગને સરકારમાં સૌથી ઓછું પ્રતિનિધિત્‍વ

જમ્‍મુ : ૨૦૨૪ના ચૂંટણી પરિણામો પછી જમ્‍મુ - કાશ્‍મીરના રાજકીય પરિદ્રશ્‍યોમાં ભારે ફેરફારો આવ્‍યા છે, કેમકે જમ્‍મુ ડીવીઝનને ૨૨ વર્ષોમાં પહેલીવાર નવી સરકારમાં સૌથી ઓછું પ્રતિનિધિત્‍વ મળ્‍યું છે.

નેશનલ કોન્‍ફરન્‍સ અને કોંગ્રેસની ગઠબંધન સરકાર બનવાની સાથે ક્‍યારેક રાજકીય રીતે પ્રભાવશાળી રહેલ જમ્‍મુ ક્ષેત્રના નવી સરકારમાં માત્ર થોડા જ પ્રતિનિધિ હશે. એક અભૂતપૂર્વ સ્‍થિતિમાં જમ્‍મુના ચાર જિલ્લા સાંબા, કઠુઆ, ઉધમપુર અને જમ્‍મુનું નવી સરકારમાં કોઇ સીધુ પ્રતિનિધીત્‍વ નહી હોય કેમકે તેમના મોટાભાગના પ્રતિનિધિઓ ભાજપાના છે, જે વિપક્ષમાં રહેશે.

૨૦૦૨ની ગઠબંધન સરકારમાં જમ્‍મુ ડીવીઝનના ૮ થી ૧૦ પ્રધાનો હતા. એવી જ રીતે ૨૦૦૮માં કોંગ્રેસ અને પેન્‍થર્સ પાર્ટીની સાથે ઉમર અબ્‍દુલ્લાની સરકારમાં પણ પ્રધાનોની મજબુત ઉપસ્‍થિતી હતી. ૨૦૧૪ની પીડીપી - બીજેપી સરકારમાં પણ જમ્‍મુના ૨૫ ધારાસભ્‍યો હતા. જેમાંથી ૮ થી ૧૦ પ્રધાનો હતા. આ વખતે નવા નેશનલ કોન્‍ફરન્‍સ - કોંગ્રેસ ગઠબંધનમાં જમ્‍મુથી માત્ર ૧૦ થી ૧૧ ધારાસભ્‍યો છે, પણ બહુ ઓછાને મુખ્‍ય કેબીનેટ મળવાની આશા છે. આ ચૂંટણી એ જમ્‍મુની અંદર એક વિભાજન પણ ઉજાગર કર્યું છે. જમ્‍મુ, સાંબા અને કઠુઆના મેદાની વિસ્‍તારો જ્‍યાં ભાજપાનું મજબૂત સમર્થન છે, સરકારમાં પ્રતિનિધિત્‍વ વગરના રહી જશે, જ્‍યારે રામબન, કિશ્‍તવાડ, ડોડા, રાજાૈરી અને પુંચ જ્‍યાં નેકો અને કોંગ્રેસનું સમર્થન છે, કેટલાક મંત્રીપદ મળી શકે છે.

(4:24 PM IST)