News of Monday, 14th October 2024
કોલકાતાની કલ્યાણી જેએનએમ હોસ્પિટલના ડોકટરોની સામૂહિક રાજીનામાની ચીમકીઃ દીદીની મુશ્કેલી વધશે
આરજી કર હોસ્પિટલની પીડિતાને ન્યાય માટે ૭૭ વરિષ્ઠ ડોકટરોની માંગ

કોલકાતા,તા. ૧૪: પヘમિ બંગાળમાં કલ્યાણી JNM હોસ્પિટલના ૭૭ વરિષ્ઠ ડોકટરોએ આરજી કર હોસ્પિટલમાં બળાત્કાર-હત્યાની પીડિતા ડોક્ટર માટે ન્યાયની માંગ માટે સામૂહિક રાજીનામાની ધમકી આપી છે. આ ઉપરાંત આ ડોક્ટરોએ આમરણાંત ઉપવાસ પર બેસેલા જુનિયર ડોક્ટરો પ્રત્યે એકતા દર્શાવી છે.
JNMના કુલ ૭૭ ડોક્ટરોએ કામ બંધ કરવાના પોતાના નિર્ણય અંગે પヘમિ બંગાળ હેલ્થ યુનિવર્સિટીના રજિસ્ટ્રારને ઇમેલથી જાણ કરી છે. તેમણે આ નિર્ણય પાછળ માનસિક અશાંતિ અને વર્તમાન સ્થિતિમાં કામ કરવામાં અસમર્થતાનું કારણ આપ્યું છે.
તેમણે ડોક્ટરોની સમસ્યાઓના ઉકેલ માટે રાજ્ય સરકાર તરફથી સ્પષ્ટ પ્રયાસ ન કરવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા સંચાલિત હોસ્પિટલોના અનેક ડોક્ટરોએ છેલ્લા કેટલાક દિવસોમાં આ મુદ્દાઓ માટે પヘમિ બંગાળ સરકારને સામૂહિક રાજીનામાના પત્ર સુપ્રત કર્યા છે. પヘમિ બંગાળના ડોક્ટરોના આમરણાંત ઉપવાસ આજે નવમા દિવસમાં પ્રવેશ્યા હતાં. બીજી તરફ ઉપવાસ કરી રહેલા આ ડોક્ટરોને સમર્થન આપવા માટે રાજ્યમાં વિવિધ સ્થળે લોકોએ પ્રતિકાત્મક ઉપવાસ કરી રહ્યાં છે.
આમરણાંત ઉપવાસ કરી રહેલા ડોક્ટરો પૈકી અત્યાર સુધી ત્રણની તબિયત ખરાબ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આજે કોલકાતામાં રાજ્ય સરકાર સંચાલિત એસએસકેએમ હોસ્પિટલના ટ્રોમા કેર ડિપાર્ટમેન્ટમાં ટોળાએ પ્રવેશ કરી એક યુવાનને માર્યો હતો જેમાં તેને ઇજા થઇ હતી. આ ઘટના પછી ડોક્ટરોએ હોસ્પિટલોમાં સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે
(4:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
