News of Monday, 14th October 2024
ક્યારે છે શરદ પૂનમ ? જાણો પૂર્ણિમાની તિથિ અને શુભ મુહૂર્ત
શરદ પૂર્ણિમાના દિવસે સાંજે 05:05 વાગ્યે ચંદ્રનો ઉદય થશે અને પ્રદોષ કાળમાં ચંદ્રદેવની પૂજા કરી શકાય છે

નવી દિલ્હી : હિંદુ ધર્મમાં પૂર્ણિમા તિથિનું ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. વૈદિક કેલેન્ડર મુજબ, અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિના દિવસે શરદ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે. તેમજ શરદ પૂર્ણિમા વ્રત રાખવામાં આવે છે. આ ખાસ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. ત્યારે જાણો, આ વર્ષે શરદ પૂર્ણિમા કઈ તારીખે છે અને શુભ મુહૂર્ત શું છે?
- વૈદિક પંચાંગ અનુસાર, અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ 16 ઓક્ટોબરે રાત્રે 08:40 વાગ્યે શરૂ થઈને 17 ઓક્ટોબરે સાંજે 04:55 વાગ્યે સમાપ્ત થશે.
- આ વર્ષે શરદ પૂર્ણિમા વ્રત 16 ઓક્ટોબર 2024, બુધવારના રોજ રાખવામાં આવશે અને તે જ દિવસે કોજાગરી પૂજા પણ કરવામાં આવશે
શરદ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુની સાથે સાથે ચંદ્રદેવની પણ પૂજા કરવામાં આવે છે.
પંચાંગમાં જણાવ્યા પ્રમાણે, શરદ પૂર્ણિમાના દિવસે સાંજે 05:05 વાગ્યે ચંદ્રનો ઉદય થશે અને પ્રદોષ કાળમાં ચંદ્રદેવની પૂજા કરી શકાય છે.
(6:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
