<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

પાડોશી દેશે અદાણીને આપ્યો ફટકો: શ્રીલંકાના મોટા પ્રોજેક્ટમાં અવરોધ : જાણો સરકારે શું કહ્યું?

શ્રીલંકાના પ્રમુખ ડિસાનાયકેએ રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા વચન આપ્યું હતું કે તેમની સરકાર આ પ્રોજેક્ટને રદ કરશે. તેમની પાર્ટી NPP એ દાવો કર્યો છે કે આ પ્રોજેક્ટ શ્રીલંકાના ઉર્જા ક્ષેત્રની સાર્વભૌમત્વ માટે ખતરો છે

ભારતના મોટા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને પાડોશી દેશ શ્રીલંકા તરફથી મોટો ફટકો પડ્યો છે. ખરેખર, અદાણી ગ્રૂપનો 440 મિલિયન ડોલરનો પવન ઊર્જા પ્રોજેક્ટ શ્રીલંકામાં જોખમોનો સામનો કરી રહ્યો છે. શ્રીલંકાની સરકાર આ પ્રોજેક્ટની મંજૂરી પર પુનર્વિચાર કરી રહી છે.

    7 ઓક્ટોબરે શ્રીલંકાના કેબિનેટમાં લેવાયેલા આ નિર્ણયથી વિદેશી ધરતી પર કંપનીના વિસ્તરણના અદાણીના પ્રયાસોમાં અવરોધ આવી શકે છે. અહેવાલ અનુસાર, અનુરા કુમારા દિસાનાયકેની આગેવાની હેઠળની શ્રીલંકાની નવી સરકાર વીજળીના ટેરિફ અને ઉર્જા સાર્વભૌમત્વને લગતી સંભવિત ચિંતાઓને કારણે પ્રોજેક્ટની સમીક્ષા કરી રહી છે.

    સોમવારે, શ્રીલંકાના એટર્ની જનરલના કાર્યાલયે સુપ્રીમ કોર્ટને કહ્યું કે નવી સરકાર પાછલી સરકાર દ્વારા આપવામાં આવેલી મંજૂરી પર પુનર્વિચાર કરશે. શ્રીલંકાના વિદેશ મંત્રી વિજીથા હેરાથના જણાવ્યા અનુસાર, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ દ્વારા સંચાલિત પ્રોજેક્ટને તેની કિંમતના માળખાને લઈને સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો

  . કેબિનેટની બેઠક પછી પત્રકારો સાથે વાત કરતા, હેરાથે પ્રોજેક્ટ માટે મંજૂર પાવર ટેરિફ અંગે ઉભી થયેલી ચિંતાઓ અંગે ટિપ્પણી કરતા કહ્યું કે સરકાર 14 નવેમ્બરે યોજાનારી સંસદીય ચૂંટણીઓ પછી તેના પર નવેસરથી વિચાર કરશે.

(7:17 PM IST)