News of Monday, 14th October 2024
જળવાયુ પરિવર્તન તોફાનોને અત્યંત શક્તિશાળી બનાવી રહ્યું છે
ઉષ્ણ કટિબંધીય ચક્રવાત મુખ્યરૂપે એવા વિસ્તારોમાં ભીનાશને અવશોષિત કરે છે. જ્યાં તેઓ તીવ્ર તીવ્રતા (આરઆઈ) નો અનુભવ કરે છે.

ટાલોહાસી (ફ્લોરીડા) : જળવાયુ પરિવર્તનને કારણે ગરમ થઈને મહાસાગર હવામાં હયાત ભીનાશ (ભેજ) માં વધારો કરી રહ્યું છે. મહાસાગરોથી તોફાન વધુ જળ વાપ્પ (પાણીનું બાષ્પીભવન) અને ગરમી ખેંચી રહ્યું છે. તેનાથી ઉષ્ણકટિબંધીય તોફાનોની આવૃત્તિ અને સીમા ગરમ મહાસાગરોથી પ્રભાવિત થઈને વધતિ જઈ રહી છે. વિશેષ રૂપે ૨૦૨૩-૨૪ માં આવા વધુ જોવા મળ્યા છે.
હરિકેન મિલ્ટને ૯ ઓક્ટોબરની રાત્રે ફ્લોરિડાના પશ્ચિમ તટ પર શ્રેણી-૩નું એક અત્યંત શક્તિશાળી તોફાનના રૂપમાં આવ્યું. તે દરમિયાન હવાની ગતિ ૧૮૦ થી ૨૦૮ કિલોમીટર પ્રતિ કલાકની હતી. તોફાનની સાથે ભારે વરસાદ પણ થયો. ઠીક એવી જ રીતે જેમ કે કેટલાક સપ્તાહ પહેલા તોફાન હેલેન દરમિયાન થયું હતું.
અમેરિકી મીડિયા રિપોર્ટ અનુસાર ટ્રૉપિકલ સાયક્લોન રિસર્ચ એન્ડ રીવ્યુ નામના જનૅલમાં પ્રકાશિત સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે, ઉષ્ણ કટિબંધીય ચક્રવાત મુખ્યરૂપે એવા વિસ્તારોમાં ભીનાશને અવશોષિત કરે છે. જ્યાં તેઓ તીવ્ર તીવ્રતા (આરઆઈ) નો અનુભવ કરે છે. ઉષ્ણકટિબંધીય ચક્રવાતને ત્યારે આરઆઈ કહેવાય છે, જ્યારે તે ૨૪ કલાકની અંદર ૫૬ કિ.મી.પ્રતિ કલાકની વધુ ઝડપથી પ્રાપ્ત કરી લે છે. આરઆઈ ને કારણે પશ્ચિમી અને ઉષ્ણકટિબંધીય ઉત્તરી અંટલાટિક મહાસાગર, કૈરેબિયન સાગર, મૈક્સિકોની ખાડી, મેક્સિકો અને મધ્ય અમેરિકાના ભૂભાગ ૮૫.૪ ટકા ભીનાશ પ્રદાન કરે છે. આ ભીનાશ ઉત્તરી અટલાટિક મહાસાગરમાં ભારે વરસાદના રૂપમાં ફેરવાઈ જાય છે. મિલ્ટનની
આરઆઈ વિશેષ રૂપે મૈક્સિકોની ખાડીમાં મૈક્સિકો અને મધ્ય અમેરિકાના તટ પર દૂર પેદા થઈ.
રાષ્ટ્રીય મહાસાગરીય અને વાયુમંડળીય પ્રશાસન (એનઓએએ) ના રિપોર્ટ અનુસાર જળવાયુ પરિવર્તનને કારણે એક વધુ, જ્યાં મૈક્સિકોની ખાડીની ગરમ સમુદ્ સપાટીએ તોફાનને વધવામાં મદદ કરી, જ્યારે બીજી બાજુ વાયુમંડળમાં સૌથી નજીક હયાત જેટ સિસ્ટમે પણ તોફાનને ફ્લોરિડામાં ટકરાવ દરમિયાન મજબુતી આપવામાં મહત્વની ભૂમિકા નિભાવી. જેટ સ્ટ્રીમ ઝડપી હવાઓની સાંકડી પટ્ટી હોય છે, જે સામાન્યરીતે પૂરી દુનિયામાં પશ્ચિમથી પૂર્વ તરફ વહેતી હોય છે. પૃથ્વી પર ચાર જેટ સ્ટ્રીમ છે. બે ધ્રુવીય જેટ સ્ટ્રીમ, ઉત્તરી અને દક્ષિણી અને બે ઉપોષ્ણકટિબંધીય જેટ સ્ટ્રીમ ભૂમધ્ય રેખાની નજીક. જેટ ધારાઓ ત્યારે બને છે જ્યારે વાયુમંડળમાં ગરમ વાયુ દ્રવ્યમાન ઠંડા વાયુ દ્રવ્યમાનોથી મળે છે. અહીં ઉપોષ્ણકટિબંધીય જેટ ધારાઓને તોફાનને વધુ વિકરાળ બનાવી દીધું.
(10:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
