News of Monday, 14th October 2024
નાસા નો નવો મિશન પ્લાન: મનુષ્ય મંગળ પર ૫૦૦ દિવસ સુધી રહેશે
સફર સરળ નહીં હોય. ફક્ત એક તરફની સફર એટલે કે પૃથ્વીથી મંગળ સુધી પહોંચવામાં ૬થી૭ મહિના લાગશે

અમેરિકી અંતરીક્ષ એજન્સી નાસા મંગળ ગ્રહને લઈને અનેક મિશન પ્લાન કરી રહ્યું છે, જેમાં અંતરિક્ષ યાત્રિયોને મંગળ ગ્રહ પર મોકલવા પણ સામેલ છે. એક રિપોર્ટ અનુસાર નાસાની યોજના વર્ષ-૨૦૩૫ સુધી મનુષ્યોને મંગળ પર મોકલવાનું છે. આ સફર સરળ નહીં હોય. ફક્ત એક તરફની સફર એટલે કે પૃથ્વીથી મંગળ સુધી પહોંચવામાં ૬થી૭ મહિના લાગશે અને ૪૦૦ કરોડ કિલોમીટરનું અંતર કાપવાનું રહેશે. યોજના છે કે, મંગળ ગ્રહની સપાટી પર એસ્ટ્રોનૉટ ૫૦૦ દિવસ રહે. રિપોર્ટ અનુસાર નાસા આ દશકમાં મનુષ્યોને ફરીથી ચંદ્ર પર પહોંચાડવા માંગે છે અને આગામી દશકમાં તેઓ મંગળ ગ્રહને ટાર્ગેટ કરશે. ચંદ્ર પર મનુષ્યને મોકલીને નાસા મંગળ ગ્રહ સાથે જોડેયેલી તૈયારીઓ પણ પૂરી કરશે. મંગળ ગ્રહ પર જીવનની સંભાવનાઓ શોધવા અને અનેક બીજા પ્રયોગો કરવાને માટે ત્યાં સ્ટ્રોનૉટ ને મોકલવાનો પ્લાન છે. રિપોર્ટ અનુસાર મંગળ ગ્રહનું નિર્માણ પણ આશરે ૪.૬ અરબ વર્ષ પહેલાં થયું હતું, જ્યારે સૌર મંડળના બાકી તમામ ગ્રહો બન્યા. શરૂઆતમાં મંગળ મોટાભાગે પૃથ્વી જેવો હતો. તેની જમીન પર મહાસાગર હતા. ઝરણા અને નદીઓ હતી. સમયની સાથે હાલત બદલાઈ ગયા અને મંગળ ગ્રહ વિરાન થઈ ગયો.
(11:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
