<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th October 2024

IPO પૂર્વે હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાએ એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી રૂ 8,315 કરોડનું ભંડોળ એકત્રિત કરી લીધું

ભારતમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો IPO :LIC દ્વારા એકત્રિત કરાયેલ 21,000 કરોડના ભંડોળથી પણ આગળ નિકળી જશે

નવી દિલ્હી :દક્ષિણ કોરિયા સ્થિત હ્યુન્ડાઈની ભારત ખાતેની પેટાકંપની હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા લિમિટેડએ તેનું પ્રારંભિક જાહેર ભરણું ખુલ્લે તેના એક દિવસ અગાઉ સોમવારે એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી રૂપિયા 8,315 કરોડનું ભંડોળ એકત્રિત કર્યું છે.

ન્યુ વર્લ્ડ ફંડ આઈએનસી, ગવર્નમેન્ટ ઓફ સિંગાપોર, ફિડેલિટી ફંડ્સ, બ્લેકરોક ગ્લોબલ ફંડ્સ, જેપી મોર્ગન ફંડ્સ, HDFC લાઈફ ઈન્સ્યોરન્સ કંપની અને SBI લાઈફ ઈન્સ્યોરન્સ કંપની જેવા એન્કર ઈન્વેસ્ટર્સને શેર ફાળવણી કરવામાં આવી છે, તેમ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ખાતે આપાવમં આવેલી માહિતીમાં જણાવાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે ભારતમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો IPO છે, અને તે અગાઉ LIC દ્વારા એકત્રિત કરવામાં આવેલ રૂપિયા 21,000 કરોડના ભંડોળથી પણ આગળ નિકળી જશે.

મળતી માહિતી પ્રમાણે HMIL દ્વારા 225 ફંડને શેરદીઠ રૂપિયા 1,960 કિંમતથી 4.24 કરોડ શેર ફાળવણી કરી છે. આ ભાવ શેર ઈશ્યુની અપર પ્રાઈઝ બેન્ડ છે.

કંપની દ્વારા કૂલ 4.24 કરોડ ઈક્વિટી શેર જે એન્કર ઈન્વેસ્ટર્સને ફાળવણી કરી છે તે પૈકી 1.46 કરોડ ઈક્વિટી શેર કે જે કુલ ફાળવણીનો 34.43 ટકા હિસ્સો છે તે 83 જેટલી સ્કીમ્સ મારફતે 21 ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડને ફાળવણી કરવામાં આવ્યા છે.

એન્કર રાઉન્ડમાં જે મ્યુચ્યુઅલ ફંડોએ ભાગ લીધો છે તેમાં ICICI પ્રૃડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ (MF), HDFC MF, SBI MF, નિપ્પોન ઈન્ડિયા MF, કોટક MF, એક્સિસ એમએફ, આદિત્ય બિરલા સન લાઈફ MF, UTI MF, અને બંધન MFનો સમાવેશ થાય છે.

(12:02 AM IST)