<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th October 2024

શું લેબનોન પર કબજો કરશે? :શું 18 વર્ષ પછી ઈઝરાયેલે કંઈક મોટું કરવાની યોજના બનાવી ?

ઇઝરાયેલના સંરક્ષણ મંત્રીએ કહયું -અમે એવી કોઈ પણ વસ્તુ છોડીશું નહીં જે હિઝબુલ્લાહને લેબનોનમાં ફરી બેઠી કરી શકે અને ઈઝરાયેલ પર હુમલો કરી શકે

ઇઝરાયેલ ફરી લેબનોનના દક્ષિણ વિસ્તાર પર કબજો કરી શકે છે. જ્યારે હિઝબુલ્લાહ વધુ મજબૂત થયું ત્યારે વર્ષ 2000માં ઇઝરાયલે તેનો 18 વર્ષનો કબજો છોડવો પડ્યો હતો. લેબનોન પર ભવિષ્યની યોજનાઓ વિશે સંકેત આપતા, ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાન યોએવ ગેલેન્ટે કહ્યું છે કે, હિઝબુલ્લાહને પ્રદેશ પર ફરીથી કબજો કરતા રોકવા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવશે.

ગેલન્ટ સોમવારે ઇઝરાયેલ-લેબનોન સરહદી વિસ્તારોની મુલાકાતે ગયા હતા. એક સૈન્ય ચોકી પરથી લેબનીઝ વિસ્તારને જોતા, તેમણે કહ્યું કે ઇઝરાયેલ સાથેનો સમગ્ર સરહદી વિસ્તાર હિઝબુલ્લાહ દ્વારા નિયંત્રિત છે અને ત્યાંથી તેના લડવૈયાઓએ ઇઝરાયેલના ઉત્તરીય ભાગ અને મધ્ય ભાગ પર રોકેટ હુમલાઓ કરી રહ્યાં છે. સરહદના અનેક ગામોમાં તેઓએ વસ્તી વચ્ચે છૂપા ઠેકાણાઓ ઉભા કર્યા હતા. આમાંના ઘણા ઠેકાણાં હજુ પણ સક્રિય સ્થિતિમાં છે.
ગેલેંટે કહ્યું કે હિઝબુલ્લાહે આ સમગ્ર વિસ્તારને ભૂગર્ભ સુરંગોથી જોડી દીધો હતો. ઘરોમાં શસ્ત્રોનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. ઈઝરાયેલની સેનાની કાર્યવાહીમાં આ બાબતો સામે આવી છે, હથિયારો મળી આવ્યા છે અને સુરંગો તોડી પાડવામાં આવી છે. હિઝબુલ્લાહના લડવૈયાઓ હજુ પણ કેટલાક વિસ્તારોમાં બનેલી સુરંગોમાં છુપાયેલા છે અને તેઓ ઈઝરાયેલની સેના અને ઈઝરાયેલ પર હુમલા કરી રહ્યા છે.
ઈઝરાયેલના સંરક્ષણ મંત્રીએ કહ્યું કે સેનાને હિઝબુલ્લાહના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સંપૂર્ણ રીતે નષ્ટ કરવા માટે સૂચના આપવામાં આવી છે. લેબનોનમાં ઇઝરાયેલની સેના આવું જ કરી રહી છે. અમે એવી કોઈ પણ વસ્તુ છોડીશું નહીં જે હિઝબુલ્લાહને લેબનોનમાં ફરી બેઠી કરી શકે અને ઈઝરાયેલ પર હુમલો કરી શકે. ઇઝરાયેલી સૈન્યની કાર્યવાહી શક્તિશાળી અને પ્રભાવશાળી રીતે આગળ વધી રહી છે. અત્યાર સુધીમાં દક્ષિણ લેબેનોનમાં હિઝબુલ્લાહના સેંકડો ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા છે.

હિઝબુલ્લાહે રવિવારે રાત્રે ઇઝરાયેલના સૈન્ય મથક પર મોટો ડ્રોન હુમલો કર્યો હતો. જેમાં ચાર જવાનો શહીદ થયા છે. સોમવારે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સૈન્ય મથકની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે હિઝબુલ્લાહને ચેતવણી આપી હતી. નેતન્યાહુએ સોમવારે કહ્યું હતું કે ઇઝરાયેલ બેરૂત સહિત સમગ્ર લેબનોનમાં હિઝબુલ્લાહ પર હુમલો કરશે.

(12:43 AM IST)