<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th October 2024

વિદેશમંત્રી એસ જયશંકર શહેબાઝ શરીફને મળ્યા : પાકિસ્તાનના પીએમ આગળ વધીને હાથ મિલાવ્યા

વિદેશ મંત્રી એસ જયશંકર SCO સમિટમાં ભાગ લેવા માટે પાકિસ્તાન પહોંચ્યા :પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે ડિનરનું આયોજન કર્યું

નવી દિલ્હી :  વિદેશ મંત્રી ડૉ.એસ. જયશંકર પાકિસ્તાન પહોંચી ગયા છે. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં ભાગ લેવા મંગળવારે ઈસ્લામાબાદ પહોંચ્યા. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે વિદેશ પ્રધાન સાથે મુલાકાત કરી, જેઓ SCOની સરકારના વડાઓની પરિષદની 23મી બેઠકમાં ભાગ લઈ રહ્યા હતા.

   એસ જયશંકરે પાકિસ્તાનના પીએમ દ્વારા આયોજિત ડિનરમાં હાજરી આપી હતી. આ દરમિયાન શાહબાઝ શરીફ આગળ આવ્યા અને હાથ મિલાવ્યો. શેહબાઝ શરીફે વિદેશ મંત્રી અને SCO કાઉન્સિલના અન્ય સરકારના વડાઓનું સ્વાગત કર્યું.

   આ દરમિયાન બંને થોડી વાતચીત કરતા પણ જોવા મળ્યા હતા. જો કે, શું થયું તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી. આ દરમિયાન બંને નેતાઓની તસવીર પણ લેવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે 9 વર્ષમાં આ પહેલીવાર છે જ્યારે ભારતીય વિદેશ મંત્રી પાકિસ્તાન ગયા છે.. વિદેશ મંત્રી અહીં SCO સમિટમાં જ ભાગ લેશે. અહીં ભારત અને પાકિસ્તાનના નેતાઓ વચ્ચે કોઈ દ્વિપક્ષીય વાતચીત થશે નહીં. 

   શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન SCO તરીકે ઓળખાય છે. સમયાંતરે તેની બેઠકો યોજાય છે. તેની સ્થાપના 2001 માં શાંઘાઈ ચીનમાં કરવામાં આવી હતી. તેના સભ્ય દેશોમાં ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, ભારત, પાકિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે. 2017માં ઈરાનને પણ SCOનો સભ્ય બનાવવામાં આવ્યો હતો.

આર્થિક સહયોગ ઉપરાંત સમિટનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાદેશિક સુરક્ષા અને સાંસ્કૃતિક સંબંધોમાં સુધારો કરવાનો છે. આ સિવાય આતંકવાદ અને અલગતાવાદ સામે સંયુક્ત લડાઈ પણ તેનો એક ઉદ્દેશ્ય છે. તેના ઉદ્દેશ્યોમાં વેપાર, રોકાણ અને પરિવહનને પ્રોત્સાહન આપીને પરસ્પર સહયોગનો સમાવેશ થાય છે.

(9:58 PM IST)