કેનેડામાં બદલાયો વધુ એક નિયમ 8:11 PM
તા. ૧૫ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર સુદ – ૧૫ રવિવાર
બેંગલુરુ જળબંબાકાર: ૨૪ કલાકથી ભારે વરસાદ ચાલુ: ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી : જુઓ વિડિયો
બેંગ્લોર આખુ પાણીમાં ડૂબ્યુ. સુપ્રસિદ્ધ માન્યતા ટેક પાર્ક સહિતના વિસ્તારો જળબંબાકાર. સ્કૂલ કોલેજો બંધ. ત્રણ ઇંચ પાણી પડી ગયું. ૨૪ કલાકથી વરસાદ ચાલુ: ત્રણ દિવસ વરસાદની આગાહી: સેંકડો વૃક્ષો તૂટી પડ્યા, ટ્રાફિક જામ.

બેંગ્લોરમાં છેલ્લા ૨૪ કલાકથી ભારે અને અણધાર્યા વરસાદથી શહેર પાણીમાં ડુબ્યું. સ્કુલ કોલેજો બંધ જાહેર થઈ: આજે રમાનાર મેચ ઉપર પ્રશ્નાર્થ:
સુપ્રસિદ્ધ માન્યતા ટેક પાર્ક અને નીચાણ વિસ્તારોમાં બેફામ પાણી ભરાયા. ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી. ૩ ઇંચ પાણી પડી ગયું. કલાકો સુધી ટ્રાફિકજામ.
કેન્દ્રીય સ્ટીલ મંત્રી એચડી કુમાર સ્વામીએ આ સ્થિતિ માટે કોંગ્રેસ સરકાર ઉપર તડાપીટ બોલાવી છે. તો નાયબ મુખ્યમંત્રી અને બેંગ્લોર ની જવાબદારી સંભાળી રહેલ ડી શિવ કુમારે કહ્યું છે કે બંગાળની ખાડીમાં હવાનું દબાણ અચાનક ઘટી જતા આ સ્થિતિ આવી પડી છે.
આઇટી કોરિડોરમાં પુરની સ્થિતિ સર્જાયેલ છે. બેંગ્લોર આખું પાણીમાં ડૂબ્યું છે. ૧૪૨ જગ્યાએ ઘરોમાં પાણી ભરાયા. અનેક જગ્યાએ વૃક્ષો તૂટી પડ્યા છે. ટોલ ફ્રી હેલ્પલાઇન ૧૫૩૩ જાહેર થઈ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
