હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પીડિતા સાથે લગ્ન કરવા પડશે અને..., કોર્ટે સગીર પર બળાત્કારના આરોપીને આ શરતો પર મંજૂર કર્યા
અલ્હાબાદ હાઈકોર્ટે સગીર પર બળાત્કાર કરનાર અને તેને ગર્ભવતી બનાવનાર આરોપીને આ શરતે જામીન આપ્યા કે જેલમાંથી બહાર આવ્યા બાદ તેણે પીડિતા સાથે લગ્ન કરીને તેના બાળકનું ધ્યાન રાખવું પડશે : આરોપી ૪ એપ્રિલથી જેલમાં હતો

નવી દિલ્હી, તા.૧૬: અલ્હાબાદ હાઈકોર્ટે લગ્નના બહાને એક સગીર પર બળાત્કાર અને ગર્ભાધાન કરવાના આરોપીને આ શરતે જામીન આપ્યા હતા કે તેની મુક્તિ પછી તેણે તેની સાથે લગ્ન કરવા પડશે અને બાળકનું ધ્યાન રાખવું પડશે. જામીન આપતા જસ્ટિસ કળષ્ણા પહલે આરોપીને નવજાત બાળકના નામે ૨ લાખ રૂપિયાની એફડી કરવાનો આદેશ પણ આપ્યો છે.
જસ્ટિસ પહલે કહ્યું કે જેલમાંથી છૂટયાના ત્રણ મહિનાની અંદર આરોપીએ પીડિતા સાથે લગ્ન કરવા પડશે અને તેની અને તેના બાળકની સંભાળ લેવી પડશે. આ સાથે કોર્ટે એમ પણ કહ્યું કે જ્યાં સુધી પીડિતા પુખ્ત નહીં બને ત્યાં સુધી તેના બાળકના નામે ૨ લાખ રૂપિયાની એફડી કરવી પડશે.
આરોપીનું નામ અભિષેક છે, જેણે લગ્નનું ખોટું વચન આપીને ૧૫ વર્ષની સગીર સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. જ્યારે પીડિતા ગર્ભવતી થઈ, ત્યારે અભિષેકે તેની સાથે લગ્ન કરવાની ના પાડી અને તેને ધમકી આપી. આ પછી સહારનપુર જિલ્લાના ચિલકાના પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ IPC અને POCSO એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
સુનાવણી દરમિયાન અભિષેકના વકીલે દાવો કર્યો હતો કે પીડિતા પુખ્ત છે અને બોન ઓસિફિકેશન ટેસ્ટ મુજબ તે ૧૮ વર્ષની છે. વકીલે એવો પણ દાવો કર્યો હતો કે CrPCની કલમ ૧૬૪ હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ આપેલા નિવેદનમાં પીડિતાએ બળજબરીથી શારીરિક સંબંધ બાંધવાની વાત પણ કરી ન હતી.
અભિષેકના વકીલે દલીલ કરી હતી કે તે ૪ એપ્રિલ, ૨૦૨૪થી જેલમાં છે અને જેલમાંથી છૂટયા બાદ તે પીડિતા સાથે લગ્ન કરવા અને તેના બાળકની સંભાળ લેવા તૈયાર છે. વકીલની ખાતરી બાદ હાઈકોર્ટે આરોપીને જામીન આપ્યા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
