હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દશેરાના દિવસે પુત્રવધૂએ પોતાના પતિ, સાસુ, સસરા અને ભાભીનું પૂતળું દહન કર્યુ
હમીરપુરમાં પુત્રવધૂએ ઉજવ્યો અનોખો દશેરા : સાસરિયાઓ અસલી રાવણ હોવાનો આરોપ : મહિલાનું કહેવું છે કે તેના સાસરિયાઓ ‘આજના રાવણ' છે જેમણે તેણીને માનસિક અને શારીરિક રીતે ત્રાસ આપ્યો છે

હમીરપુર, તા.૧૬: હાલમાં જ સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેના વિશે જાણીને તમે ચોક્કસ ચોંકી જશો. વાસ્તવમાં રાવણ દહનના દિવસે પુત્રવધૂએ પોતાના જ સાસરિયાઓનું પૂતળું બાળ્યું હતું. હવે પુત્રવધૂનું આ કળત્ય સમગ્ર વિસ્તારમાં તેમજ દરેક ગામ અને શહેરમાં ચર્ચાનો વિષય બન્યું છે. આ ચોંકાવનારો કિસ્સો ઉત્તર પ્રદેશના હમીરપુરનો છે. આ સમગ્ર મામલે મહિલાનું કહેવું છે કે દશેરાના દિવસે સમાજના રાવણનું દહન કરવું જોઈએ અને તેના પતિ, સાસુ, સસરા અને ભાભી તેની નજરમાં અસલી રાવણ છે. જણાવવામાં આવી રહ્યું છે કે દશેરાના દિવસે (શનિવાર) પુત્રવધૂએ પોતાના પતિ, સાસુ, સસરા અને ભાભીના પૂતળા બાળીને ખુશીથી તેના સાસરિયાના ઘરની. દશેરાની ઉજવણી કરી હતી.
ગયા શનિવારે દેશભરમાં દશેરાની ઉજવણી કરવામાં આવી હતી. આ -સંગે અનિષ્ટના પ્રતિક રાવણનું દહન કરવામાં આવ્યું હતું. દેશભરમાં રાવણ દહન કરીને દશેરાની ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે હમીરપુરમાં એક મહિલાએ તેના પતિ અને સાસરિયાઓના પૂતળા બાળ્યા હતા. મહિલા માને છે કે તેના સાસરિયાઓ પણ રાવણથી ઓછા નથી. જેના કારણે મહિલાએ આ પગલું ભર્યું હતું. મહિલાનો આરોપ છે કે તેનો પતિ ૧૪ વર્ષથી બીજી મહિલા સાથે રહે છે. પરિવાર પણ તેમના પુત્રની તરફેણમાં છે.
મહિલાનું કહેવું છે કે તેના સાસરિયાઓ ‘આજના રાવણ' છે જેમણે તેણીને માનસિક અને શારીરિક રીતે ત્રાસ આપ્યો છે. આ પગલું ભરીને તેણે પોતાનું દુઃખ અને નારાજગી દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાઓ પર થતા અત્યાચાર અને ઘરેલુ હિંસા સામે ઉઠેલા અવાજો હવે જોર પકડી રહ્યા છે અને આ પુત્રવધૂનું આ અનોખું પ્રદર્શન તેનું ઉદાહરણ છે. આ ઘટના બાદ વિસ્તારમાં અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક લોકો મહિલાની હિંમતના વખાણ કરી રહ્યા છે. ઘણી સ્થાનિક સંસ્થાઓ આ બાબતને ગંભીરતાથી લઈ રહી છે અને ઘરેલુ હિંસા સામે જાગળતિ ફેલાવવાની વાત કરી રહી છે.
જણાવવામાં આવી રહ્યું છે કે મહિલા જયપુરમાં રહે છે, પરંતુ દશેરાના અવસર પર તે તેના સાસરિયાના ઘરે આવી હતી અને તેના સાસરિયાના ઘરની સામે તેમનું પૂતળું બાળ્યું હતું. પોતાની વ્યથા વ્યક્ત કરતાં મહિલાએ કહ્યું કે, હું લગભગ ૧૪ વર્ષથી મારા સાસરિયાં અને પતિથી દૂર છું, છતાં મારો વનવાસ પૂરો થતો નથી. સાસરિયા પક્ષનું પૂતળું બનાવીને સળગાવીને પુત્રવધૂએ એવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે સમાજમાં બેઠેલા રાવણ જેવા લોકોનો બહિષ્કાર કરવો જોઈએ. હવે આ મામલામાં મહિલાએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ન્યાયની અપીલ કરી છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
