તા. ૮ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ શ્રાવણ સુદ – ૧૪ શુક્રવાર
શરદ પૂનમ પર ‘હંટર મુન'... કાલે સાંજથી ૩ દિવસ પૃથ્વીની ખુબ જ નજીક હશે ચંદ્ર
સામાન્ય થી ૧૫ ટકા મોટો અને ૩૦ ટકા વધુ ચમકશેઃ પヘમિી દેશોમાં હંટર મુન, બ્લડમુનᅠજેવા નામો લોકપ્રિય

વોશિંગ્ટન તા. ૧૬ : ચંદ્ર અને પૃથ્વી એક બીજાની ખુબજᅠનજીક આવવાના છે. ચંદ્ર ૧૭ ઓક્ટોબરથી ત્રણ દિવસ સુધી ખૂબ જᅠમોટો દેખાશે. તેને હંટર મુન કહેવામાં આવે છે. નાસાના જણાવ્યા મુજબ, આ વર્ષનું ત્રીજું અને સૌથી મોટું સુપરમુન હશે. આ દરમ્યાનᅠચંદ્ર પૃથ્વીથી અંદાજે ૩.૫૭ લાખ કીમી જ દુર રહેશે. આ વર્ષે આ અંતર પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૌથી ઓછું અંતર હશે. બન્ને વચ્ચે સામાન્ય અંતર અંદાજે ૩.૮૪ લાખ કિમીᅠછે.
નાસાના જણાવ્યાᅠમુજબ, ૧૭ ઓક્ટોબરેᅠચંદ્ર પૃથ્વીની કક્ષામાં તેમના સૌથી નજીકનું બિંદુ પેરીગી પર પહોંચશે. આ કારણથી તે સામાન્ય પૂનમની સરખામણીએ સામાન્યથી ૧૫ ટકા મોટો અને ૩૦ ટકા વધુ ચમકશે. રાતે સાફ આકાશમાં સ્પષ્ટ દેખાશે.
હંટર મુન નામ પヘમિીદેશોમાંᅠખુબજ લોકપ્રિય છે. પ્રાચીન કાળમાં તે શિકારીઓ માટે સંકેત હતો કે તે હવે ઠંડીની તૈયારીઓની શરૂઆત કરે. તેઓᅠમોટોᅠચંદ્રᅠજોઈને શિકાર શરૂ કરે છે. અમેરિકા અને કેટલાક અન્ય પヘમિી દેશોમાં તેને ફોલિંગ લીવ્સ મુન અને બ્લડ મુનᅠપણ કહેવામાં આવે છે.ᅠ
ભારતમાં હંટર મુન ૧૭ ઓક્ટોબરનીᅠસાંજે ૪.૨૬થી જોવા મળશે. જો કે તે અલગ અલગ વિસ્તારમાᅠસૂર્યાસ્તના સમય પર નિર્ભર કરશે. સૂર્યાસ્ત બાદ હંટરમુનᅠજોવા મળશે. ભારતમાં આ વર્ષે ૧૬ નવેમ્બર અને ૧૫ ડિસેમ્બરે પણ ચંદ્ર મોટો દેખાશે.ᅠ(









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
