<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

દિલ્‍હી-ગુજરાતમાં બે સપ્‍તાહમાં ૧૩૦૦૦, કરોડનું ડ્રગ્‍સ ઝડપાયું

તુષાર ગોયલ સૌથી મોટો ડ્રગ પેડલર

દિલ્‍હીઃ પોલીસની સ્‍પેશ્‍યલ બ્રાંચ અને ગુજરાત પોલીસે એક સંયુકત અભિયાનમાં શનિવારે ગુજરાતના અંકલેશ્વરમાંથી ૫૧૮ કીલો હેરોઇન ઝડપી પાડયું છે.આંતરરાષ્‍ટ્રીય બજારમાં તેની કિંમત ૫૦૦૦ કરોડ રૂપિયા છે. ગુજરાત પોલીસ અને દિલ્‍હી પોલીસના સ્‍પેશ્‍યલ સેલ તરફથી અપાયેલ સ્‍ટેટમેંટ અનુસાર, આ ડ્રગ્‍સ અંકલેશ્વરની એક ફાર્માકંપની માંથી ઝડપાયું છે. પાંચ લોકોની ઘરપકડ પણ કરાઇ છે. સ્‍ટેટમેંટ અનુસાર છેલ્લા બે સપ્‍તાહમાં ૧૨૮૯ કીલો હેરોઇન અને ૪૦ કિલો ઉચ્‍ચકક્ષાનો હાઇડ્રોપોનિક ગાંજો જપ્‍ત કરાયો છે. પોલીસ અનુસાર, આંતરરાષ્‍ટ્રીય બજારમાં આ ડ્રગ્‍સની કિંમત લગભગ ૧૩ હજાર કરોડ રૂપિયા છે.

આ પહેલા ગુરૂવારે (૧૦ ઓકટોબર) સાંજે દિલ્‍હી પોલીસે પヘમિ દિલ્‍હીના રમેશનગરમાં એક દુકાનમાંથી નમકીનના પેકેટમાં રાખેલ ૨૦૮ કીલો કોકેન જપ્‍ત કર્યુ હતું જેની આંતરરાષ્‍ટ્રીય બજારમાં લગભગ ૨૦૦૦ કરોડ જેટલી કિંમત છે તો ૧ ઓકટોબરે દિલ્‍હી પોલીસે મહિપાલપુરમાં એક ગોદામમાંથી ૫૬૨ કિલો હેરોઇન અને ૪૦ કીલો હાઇડ્રોપોનીક ગાંજો ઝડપાયો છે.

તો બીજી તરફ ગુજરાત પોલીસે નાર્કોટીકસ કંટ્રોલ બ્‍યુરો સાથે મળીને ભોપાલની એક ફેકટરીમાંથી પાંચ ઓકટોબર ૯૦૭ કીલો એમડી ડ્રગ્‍સ ઝડપ્‍યું હતું જેની કિંમત આંતરરાષ્‍ટ્રીય બજારમાં ૧૮૧૪ કરોડ રૂપિયા છે. પોલીસ અનુસાર, લગભગ પાંચ હજાર અલગ છે. ગુજરાત પોલીસ અનુસાર લગભગ પાંચ હજાર કીલો કાચો માલ પણ આ દરોડા દરમ્‍યાન ઝડપાયો હતો.

ગુજરાત પોલીસની એટીએમ અને એનસીબી ની ટીમે લાંબા અભિયાન પછી દરોડો પાડયો હતો. દરોડો દરમ્‍યાન પોલીસે ૫૭ વર્ષના પ્રકાશચંદ્ર  ચતુર્વેદી અને ૪૦ વર્ષ ના સાન્‍યાલ પ્રકાશ આ પહેલા પણ ૨૦૧૭માં મુંબઇમાં એમડી ડ્રગ્‍સ સાથે ઝડપાયો હતો. અને પાંચ વર્ષ જેલમાં પણ રહી ચૂકયો છે. (૩.૧૦)

 

 

(4:12 PM IST)