હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઇ.સ.ર૩૯ માં તાઇવાનનો અમારા પ્રાચીન ઇતિહાસમાં ઉલ્લેખઃ અમે સ્વતંત્ર દેશ, ચિનનો ભાગ નથી : તાઇવાની સ્પષ્ટ વાત
તાઇવાન ટાપુ છે, તેની વસ્તી ર.પ કરોડ : વિશ્વના ૧ર દેશોએ જ તેને માન્યતા આપી : ભારતે નથી આપી

નવી દિલ્હી, તા. ૧૬ : ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે તંગદીલીના સમાચારો વચ્ચે ચીન અને તાઇવાન વચ્ચે પણ તંગદિલીની ખબરો આવી રહી છે. ચીને તાઇવાનની ચારે બાજુ સૈન્યાભ્યાસ શરૂ કરી દીધો છે. તાઇવાનનું કહેવું છે કે ચીન ઉશ્કેરવાની કાર્યવાહી કરી રહ્યુ઼ છે, અને તાઇવાન પોતાની રક્ષા માટે તૈયાર છે. ચીન કહી રહ્યું છે કે આ ચેતવણી છે એ લોકો માટે જે તાઇવાનની સ્વતંત્રતા ઇચ્છે છે. પણ તાઇવાન તો સ્વતંત્ર છે અને તેની પોતાની ચૂંટાયેલી સરકાર પણ છે. તો પછી તાઇબાનની સ્વતંત્રતાની વાત કયાંથી આવી.
તાઇવાન એક ટાપુ છે, જેની વસ્તી અઢી કરોડ જેટલી છે. તે ૧૯પ૦ થી સ્વતંત્ર છે પણ ચીન તેને પોતાનો હિસ્સો માને છે, અને તેને પોતાનામાં ભેળવી દેવા માંગે છે , જરૂર પડે તો તાકાતનો ઉપયોગ કરીને પણ તાઇવાન કહે છે તે ચીનનો ભાગ નથી અને એક સ્વતંત્ર દેશ છે.
માનવામાં આવે છે કે ઓસ્ટોનેશીયન જાતિના લોકો સૌથી પહેલા દક્ષિણ ચીનથી અહીં આવીને વસવા લાગ્યા હતા ચીનને દાવો છે કે ચીનના પ્રાચીન ઇતિહાસમાં અને ર૩૯ માં તાઇવાનનો ઉલ્લેખ છે.
જયારે પહેલું જાપાન-ચીન યુધ્ધ થયું ત્યારે ચીનની હાર થઇ હતી અને તાઇવાન પર જાપાનનું નિયંત્રણ થયુ હતું. ૧૯૪૪-૪પમાં બીજા વિશ્વયુધ્ધમાં જાપાનની હાર પછી તાઇવાન ચીન પાસે જતુ કહેવાતુ હતું. આરઓસીએ તાઇવાન પર નિયંત્રણ કરનિે બ્રીટન અને અમેરિકાની સંમતિથી તેના પર શાસન કરવાનું શરૂ કરી દીધુ હતું. પણ થોડા વર્ષો પછી ચીનમાં ગૃહયુધ્ધ થયુ જેને ચાઇનીઝ કોમ્યુનીસ્ટ રીવોલ્યુશન પણ કહેવાય છે.
એ ગૃહયુધ્ધમાં તત્કાલીન નેતા ચાંગ ફાઇ શેકની હાર થઇ અને માઓ ત્સે તુંગની સામ્યવાદી સેનાની જીત થઇ. ૧૯૪૯માં માઓએ પીપલ્સ રીપબ્લીક ઓફ ચાઇનાની સ્થાપના કરી અને ચાંગ તથા તેના ૧પ લાખ સમર્થકો ભાગીને તાઇવાન આવી ગયા. ત્યાં આવીને ચાંગ ફાઇ શેકે ૧૯૮૦ સુધી તાનાશાહ તરીકે શાસન કર્યુ. તેના મોત પછી તાઇવામાં લોકશાહી માટે ફેરફારો શરૂ થયા અને ૧૯૯૬માં તાઇવાનમાં પહેલી ચૂંટણી થઇ. જો કે તાઇવાનને માન્યતા આપનાર બહુ ઓછા દેશો છે. માત્ર ૧ર ટચુકડા દેશોએ જ તાઇવાનને માન્યતા આપી છે. ભારતનો તાઇવાન સાથે સારા સંબંધો છે પણ તેણે પણ તાઇવાનને માન્યતા નથી આપેલી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
