<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

બાબા સિદ્દિકીની હત્‍યામાં લોરેન્‍સ બિશ્‍નોઇ કનેક્‍શન કચ્‍છ પોલીસ સતર્ક

સલમાનના ઘરે ફાયરીંગ કરનાર લોરેન્‍સ ગેંગના સભ્‍યો કચ્‍છમાંથી પકડાયેલ

મુંબઇ, તા., ૧૬: મુંબઈમાં એન.સી.પી.ના નેતા બાબા સિદ્દીકીની હત્‍યાની જવાબદારી લીધા બાદ લોરેન્‍સ ગેંગ ફરી ચર્ચામાં આવી છે. ત્‍યારે, અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર દીવાલ પર ફાયરીંગ ઘટના હોય કે કરોડોનું ડ્રગ્‍સ પ્રકરણ કે પછી પંજાબના સિંગર સિધ્‍ધુ મુસાવાલાની હત્‍યા, આ તમામ ચર્ચાસ્‍પદ પ્રકરણમાં જેની સંડોવણી ખુલ્લી છે તેવા લોરેન્‍સ ગેંગના સભ્‍યો કચ્‍છમાંથી પકડાયા છે.

એનસીપી નેતા સિદ્દીકીની હત્‍યામાં લોરેન્‍સ કનેકશન બાદ ફરી એક વખત કચ્‍છ પોલીસ સર્તક બની છે. દેશભરમાં ચર્ચા જગાવનારી ઘટનાઓમાં સલમાન ખાનના ઘર પર ફાયરીંગ કરનારાઓ આરોપીઓ માતાના મઢથી પકડાયા હતા. જયારે સિધ્‍ધુ મુસેવાલાની હત્‍યાના આરોપીઓ પણ કચ્‍છથી પકડાયા હતા. તેમજ ડ્રગ્‍સ પ્રકરણમાં પણ લોરેન્‍સ બિશ્‍નોઈને નલિયા કોર્ટમાં ત્રણ વખત રજૂ કરવામાં આવ્‍યો હતો.

(3:28 PM IST)