કેનેડામાં બદલાયો વધુ એક નિયમ 8:11 PM
તા. ૧૫ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર સુદ – ૧૫ રવિવાર
કેન્દ્રીય કર્મચારીઓને દિવાળીની ભેટ : DA ૩%નો વધારો
કેન્દ્રીય કેબિનેટે આપી મંજુરી : હવે ૫૦ને બદલે ૫૩ ટકા ડીએ મળશે : ૧લી જુલાઇ-૨૦૨૪થી અમલી : પેન્શનરોને પણ લાભ :' કેન્દ્રીય કર્મચારીઓને ઓકટોબરના પગારમાં ૩ મહિના જુલાઇ - ઓગસ્ટ - સપ્ટેમ્બરનું ડીએ એરિયર્સ પણ મળશે

નવી દિલ્હી તા. ૧૬ : કેન્દ્ર સરકારના કરોડો કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર છે. મોદી સરકારે દિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે ડીએ વધારવાની જાહેરાત કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મોદી કેબિનેટે તેની બેઠકમાં મોંઘવારી ભથ્થા (ઝખ્) અને મોંઘવારી રાહત (ઝય્)માં ૩ ટકાના વધારાને સત્તાવાર રીતે મંજૂરી આપી છે. આ ૩ ટકાના વધારા બાદ હવે કર્મચારીઓને મળતું ડીએ વધીને ૫૩ ટકા થઈ જશે. આ વધારાથી ૧ કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થવાની અપેક્ષા છે. ઝખ્ વધારો ૧ જુલાઈ, ૨૦૨૫થી લાગુ થશે.
કેન્દ્ર સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થું આપે છે, જયારે ઝખ્ પેન્શનરોને આપવામાં આવે છે. સામાન્ય રીતે, ડીએ અને ડીઆર જાન્યુઆરી અને જુલાઈમાં વર્ષમાં બે વાર વધારવામાં આવે છે. હાલમાં એક કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને ૫૦ ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. અગાઉ માર્ચ મહિનામાં સરકારે ઝખ્ ૪% વધારવાની જાહેરાત કરી હતી. ૨૦૦૬ માં, કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ડીએ અને ડીઆરની ગણતરી માટેના ફોર્મ્યુલામાં સુધારો કર્યો. ૩૦ સપ્ટેમ્બરના રોજ, કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને કામદારોના સંઘે નાણા પ્રધાન નિર્મલા સીતારમણને એક પત્ર લખીને ઝખ્ઝય્ વધારવાની જાહેરાત કરવામાં વિલંબ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો જુલાઈથી ડિસેમ્બર મહિના માટે છે. આવી સ્થિતિમાં કેન્દ્રીય કર્મચારીઓને તેમના ઓક્ટોબરના પગારમાં જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરના ત્રણ મહિના માટે ડીએનું એરિયર્સ પણ મળશે.
કેન્દ્ર સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થું આપે છે, જયારે પેન્શનરોને ઝય્ આપવામાં આવે છે. સામાન્ય રીતે, ઝખ્ અને ઝય્ વર્ષમાં બે વાર વધારવામાં આવે છે - જાન્યુઆરી અને જુલાઈ. હાલમાં એક કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને ૫૦ ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. અગાઉ માર્ચ મહિનામાં સરકારે ઝખ્માં ૪% વધારો કરવાની જાહેરાત કરી હતી. ૨૦૦૬ માં, કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ડીએ અને ડીઆરની ગણતરી માટેના ફોર્મ્યુલામાં સુધારો કર્યો. ૩૦ સપ્ટેમ્બરના રોજ, કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને કામદારોના સંઘે નાણા પ્રધાન નિર્મલા સીતારમણને એક પત્ર લખીને ડીએ - ડીઆરના વધારાની જાહેરાત કરવામાં વિલંબ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું તેમના મૂળ પગારના આધારે નક્કી કરવામાં આવે છે. ધારો કે જો કોઈ કર્મચારીનો મૂળ પગાર ૪૦ હજાર રૂપિયા છે અને તેના ડીએમાં ૩ ટકાનો વધારો કરવામાં આવે છે, તો તેના પગારમાં ૧,૨૦૦ રૂપિયાનો વધારો થશે. આ રીતે જો મૂળ પગાર, મોંઘવારી ભથ્થું અને હાઉસિંગ ભથ્થું એટલે કે ણ્ય્ખ્ ઉમેરતા પહેલા તેમનો પગાર ૬૦ હજાર રૂપિયા હતો, તો હવે તે ૬૦,૧૨૦૦ રૂપિયા થઈ જશે.
જેમ કે અમે તમને જણાવ્યું હતું કે ૪૦ હજાર રૂપિયાના મૂળ પગારવાળા કર્મચારીને ૩ ટકા ડીએ વધારા સાથે દર મહિને ૧,૨૦૦ રૂપિયાનું વધારાનું મોંઘવારી ભથ્થું મળવાનું શરૂ થશે. આ વધારો જુલાઈથી જ અમલી માનવામાં આવતો હોવાથી કર્મચારીને જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાનું એરિયર્સ પણ આપવામાં આવશે. આ રીતે તેને ૩,૬૦૦ રૂપિયા પણ એરિયર્સ તરીકે મળશે.
જેમ કે તમને કહેવામાં આવ્યું છે કે જો ડીએમાં વધારો જુલાઈથી જ અસરકારક માનવામાં આવશે, તો ઓક્ટોબર સહિત તે કુલ ૪ મહિનાનો હશે. આ રીતે, ઓક્ટોબરમાં, કર્મચારીઓને અત્યાર સુધીમાં મળી રહેલા કુલ પગારમાંથી લગભગ ૪૮૦૦ રૂપિયાનો વધારો મળશે. આ ગણતરી એવા કર્મચારી પર કરવામાં આવી છે જેનો મૂળ પગાર ૪૦ હજાર રૂપિયા છે અને તેના ખાતામાં પગાર ૬૦ હજાર રૂપિયા છે. જો આવા કર્મચારીઓને ઓક્ટોબરમાં ૪ મહિનાનો ઝખ્ મળે છે, તો તેમના ખાતામાં કુલ પગાર ૬૪,૮૦૦ રૂપિયા થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
