તા. ૨૪ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ -૭, મંગળવાર
ભારત-કેનેડાના સંબંધો બગડવાથી ગુજરાતીઓ-પંજાબીઓને સૌથી વધુ અસર ?
કેનેડા ભણવા જવા માગતા લોકો ચિંતામાં : કેનેડામાં વસતા ભારતીય ડાયસ્પોરાના લોકોને કદાચ ભારતની મુલાકાતે આવવું હોય તો તેમાં પણ મુશ્કેલી પડી શકે છે : એનઆરઆઈ સિઝનમાં ઓછા લોકો ભારત આવે તેવી સંભાવના : ખાસ કરીને પંજાબ અને ગુજરાતમાં વધારે અસર જોવા મળશે : વિઝા એપ્લિકન્ટ્સ માટે ઘણી અનિશ્ચિતતા પેદા થઈ

નવી દિલ્હી, તા.૧૬: ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો હવે એવા સ્તરે પહોંચી ગયા છે જ્યાંથી પાછા વળવું હવે મુશ્કેલ જણાય છે. કમસે કમ કેનેડામાં અત્યારે જે સરકાર છે ત્યાં સુધી તો સંબંધોમાં કોઈ સુધારો થવાના લક્ષણ દેખાતા નથી. સવાલ એ છે કે કેનેડાએ ભારત પર નિજ્જરની હત્યામાં ગંભીર આરોપો મૂકયા અને ભારતે તેના ડિપ્લોમેટ્સને કાઢી મૂકયા તેના કારણે ઈન્ડિયન ડાયસ્પોરાને કેવી અસર થશે અને સ્ટુડન્ટ વિઝાની કામગીરી કેવી રીતે ચાલશે.
ભારત અને કેનેડા વચ્ચે તણાવ પેદા થયો તેનાથી વિઝા એપ્લિકન્ટ્સ માટે ઘણી અનિશ્ચિતતા પેદા થઈ છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને બંને દેશો વચ્ચે રિલેશન ધરાવતા પરિવારો માટે ચિંતા વધી ગઈ છે. એક્સપર્ટ્સ માને છે કે આનાથી વિઝા પ્રોસેસને વધુ અસર થઈ શકે છે.
એક રિપોર્ટ અનુસાર પંજાબ અને ગુજરાતના પરિવારોને ખાસ અસર થાય તેમ છે કારણ કે આ બે સ્ટેટમાંથી સૌથી વધુ લોકો ભણવા માટે અથવા કામ કરવા માટે કેનેડા ગયા છે. સોશિયલ મીડિયા પર તમે જોશો તો તેમાં પણ પંજાબીઓ અને ગુજરાતીઓ જ કેનેડામાં તકલીફો સહન કરતા અને ત્યાં ટકી રહેવા માટેના રસ્તા શોધતા જોવા મળશે. પંજાબના કપુરથલા, હોશિયારપુર અને નવાન શહેર એવી જગ્યાએ છે જેને ડાયરેક્ટલી અસર થવાની છે. ગુજરાતના તો અમદાવાદ, સુરત, રાજકોટ, મહેસાણા, વડોદરા સહિત દરેક શહેરને વિઝાની બાબતમાં અસર થઈ શકે છે કારણ કે આ શહેરોના લોકો પણ કેનેડામાં છે અને સ્ટુડન્ટ પણ ત્યાં ભણવા ગયા છે.
પંજાબના હોશિયારપુરના એક ૨૧ વર્ષીય સ્ટુડન્ટે કહ્યું કે તેની કેનેડામાં ભણવાની દિલથી ઈચ્છા છે, પણ હવે લાગે છે કે આ સપનું કદાચ સાકાર નહીં થાય. તેની બહેન ત્રણ વર્ષ અગાઉ સ્ટુડન્ટ વિઝા પર કેનેડા આવી હતી અને તેણે કહ્યું કે અહીં પહેલેથી લાઈફ કઠિન છે. સરકારે ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે કામ કરવાના કલાકો પણ મર્યાદિત કરી દીધા છે.
આ વર્ષે કેનેડાએ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ વિઝાની સંખ્યામાં પણ કાપ મૂકયો છે અને બે વર્ષ માટે તેની સંખ્યા લિમિટ કરીને ૩.૬૦ લાખ કરી નાખી છે. એટલે કે અગાઉના વર્ષની સરખામણીમાં સીધો ૩૫ ટકાનો ઘટાડો થયો છે. આ કટના કારણે પણ ભારતીય વિદ્યાર્થીઓને જ સીધું નુકસાન થઈ રહ્યું છે કારણ કે કેનેડામાં વિદેશી સ્ટુડન્ટ્સમાં ૪૧ ટકા વિદ્યાર્થીઓ ભારતના હોય છે. હવે ભારતથી કેનેડા જતા ઈન્ટરનેશનલ સ્ટુડન્ટની સંખ્યામાં પણ મોટો ઘટાડો થયો છે. આટલું ઓછું હતું ત્યાં ડિપ્લોમેટિક તણાવ પેદા થયો છે. જેથી કેનેડામાં ભણતા અથવા ભણવા જવાનું આયોજન કરતા સ્ટુડન્ટના પરિવારોની ઉંઘ ઉડી ગઈ છે.
આ ઉપરાંત કેનેડા પોતાની બોર્ડર પરથી વધુને વધુ લોકોને ભગાડી રહ્યું છે. જુલાઈ ૨૦૨૪ના સરકારી ડેટા પ્રમાણે ૫૮૫૩ વિદેશી ટ્રાવેલર્સને કેનેડાએ એન્ટ્રી આપવાનો ઈનકાર કર્યો છે. ૨૦૧૯ પછી દેશમાંથી સૌથી વધુ લોકોને ભગાડવામાં આવ્યા છે. છેલ્લા સાત મહિનાથી દર મહિને સરેરાશ ૩૭૨૭ ફોરેન ટ્રાવેલર્સને હટાવવામાં આવ્યા છે. ગયા વર્ષની સરખામણીમાં દર મહિને ૨૦ ટકા વધારે લોકોને કેનેડામાંથી હટાવવામાં આવી રહ્યા છે. તેમાંથી ઘણા ટ્રાવેલર્સ તો સ્ટુડન્ટ, વર્કર અથવા ટુરિસ્ટ છે. કેટલાક કેસમાં તો વિઝા હોલ્ડર્સને પણ ત્યાં પહોંચ્યા પછી પ્રવેશન નથી અપાયો.
પંજાબ અને ગુજરાતમાં લોકલ દુકાનદારોને એનઆરઆઈ સિઝનમાં ઘણો બિઝનેસ મળતો હોય છે પરંતુ હવે તેને પણ ફટકો પડી શકે છે. ઘણા એનઆરઆઈ આ સિઝનમાં કદાચ ઈન્ડિયા આવવાનું ટાળશે તેવું શોપ ઓનર્સ માને છે. એટલે કે આગામી દિવસોમાં કેનેડામાં ભારતીય સ્ટુડન્ટ ઘટશે, ભારતીય પ્રવાસીઓ ઘટશે અને કેનેડા તથા ભારત વચ્ચે જે બિઝનેસ થાય છે તેમાં પણ ઘટાડો થઈ શકે છે.
ભારતીય ડાયસ્પોરા પર કેવી અસર થવાની છે તેની વાત કરીએ તો ભારત અને કેનેડામાંથી વિઝાની જે ડિમાન્ડ જોવા મળે છે તે મોટા ભાગે ઈન્ડિયન ડાયસ્પોરાની ડિમાન્ડ છે. ઘણા લોકો પોતાના ફેમિલી મેમ્બરને મળવા માટે ટ્રાવેલ કરે છે. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ નિજ્જરની હત્યામાં ઈન્ડિયન એજન્ટોનો હાથ હોવાનો આરોપ મૂકયો છે જ્યારે ભારતીયોએ એક મહિના માટે કેનેડિયન સિટિઝનો માટે વિઝા સર્વિસિસ બંધ કરી દીધી હતી.
આ સર્વિસ બંધ થવાના કારણે ભારતીય મૂળના કેનેડિયનો માટે તકલીફ પેદા થઈ ગઈ જેઓ પોતાના ફેમિલીની મુલાકાત લેવા માંગતા હતા. ત્યાર પછી આ સ્થિતિ સુધરી છે, ભારતે નવેમ્બર ૨૦૨૩માં ધીમે ધીમે વિઝા સર્વિસ પાછી ચાલુ કરી દીધી હતી. તેમાં બિઝનેસ અને મેડિકલ વિઝાને પ્રાથમિકતા આપવામાં આવી હતી. જોકે, હવે ફરીથી સંબંધો ખરાબ થઈ ગયા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
