<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

હરિયાણામાં નાયબ સિંહ સૈનીએ, રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયની સમક્ષ સરકાર બનાવવાનો દાવો કર્યો

ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં ધારાસભ્યોએ નાયબ સિંહ સૈનીને પક્ષના નેતાપદે ચૂંટ્યા

હરિયાણાના સીએમ નાયબ સિંહ સૈનીએ, રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયની સમક્ષ સરકાર બનાવવાનો દાવો કર્યો છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ  શાહ, કેન્દ્રીય ઉર્જા, આવાસ અને શહેરી વિકાસ મંત્રી મનોહર લાલ, કેન્દ્રીય રાજ્ય મંત્રી રાવ ઈન્દ્રજીત સિંહ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ સહિત ઘણા નેતાઓ હાજર રહ્યા હતા. આજે મળેલ ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં ધારાસભ્યોએ નાયબ સિંહ સૈનીને પક્ષના નેતાપદે ચૂંટ્યા છે.

(6:44 PM IST)