<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

નાઈજીરીયામાં ઈંધણના ટેન્કરમાં ભયાનક વિસ્ફોટ : 94 લોકોના દર્દનાક મોત: 50 થી વધુ લોકો ઘાયલ

રસ્તામાં પલ્ટી ગયેલ ટેન્કરમાંથી લોકોનું ટોળું તેલ કાઢતું હતું ત્યારે વિસ્ફોટ થયો : વિસ્ફોટ બાદ ટેન્કરમાં જોરદાર આગ ફાટી નીકળી

નાઈજીરીયામાં ઈંધણના ટેન્કરમાં ભયાનક વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટમાં 94 લોકોના મોત થયા છે. આ ઘટનામાં 50 થી વધુ લોકો ઘાયલ પણ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

   નાઈજીરિયામાં એક ઈંધણનું ટેન્કર રસ્તા વચ્ચે પલટી મારી ગયુ હતું. જે પછી લોકોનું ટોળું તેમાંથી તેલ ચોરવા માટે એકત્ર થઈ ગયું હતું. લોકો મોટી સંખ્યામાં ટેન્કરમાંથી તેલ કાઢવા લાગ્યા, ત્યારે તે તેલના ટેન્કરમાં મોટો વિસ્ફોટ થયો. આ બ્લાસ્ટમાં 94 લોકોના મોત થયા હતા. આ ઘટના ઉત્તરી નાઈજીરિયાના જીગાવા રાજ્યમાં બની હતી. ઘાયલોને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જાણવા મળ્યા મુજબ પેટ્રોલ ટેન્કર પલટી જવાને કારણે આ દુર્ઘટના બની હતી. વિસ્ફોટમાં 94થી વધુ લોકોના મોત થયા હતા અને 50થી વધુ લોકો ઘાયલ થયા હતા.

  આ ઘટના ત્યારે બની જ્યારે ડઝનબંધ લોકો પેટ્રોલ લેવા માટે વાહન તરફ દોડી રહ્યા હતા.ત્યાની સ્થાનિક પોલીસ જણાવ્યું હતું કે, વિસ્ફોટ જીગાવા રાજ્યમાં મધ્યરાત્રિ પછી થયો હતો જ્યારે ટેન્કર ડ્રાઈવરે યુનિવર્સિટી નજીકના હાઈવે પર વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો.

   આ પછી ટેન્કર પલટી ગયું. "જ્યારે વિસ્ફોટ થયો ત્યારે રહેવાસીઓ પલટી ગયેલા ટેન્કરમાંથી બળતણ કાઢી રહ્યા હતા," એડમે કહ્યું. વિસ્ફોટ બાદ ટેન્કરમાં જોરદાર આગ ફાટી નીકળી હતી અને 94 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

(6:57 PM IST)