હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દિવાળી તહેવાર પહેલા સોના ચાંદીમાં તેજીનું તોફાન : ઓલટાઇમ હાઇ સપાટીએ : જાણૉ આજનો લેટેસ્ટ ભાવ
ઇતિહાસમાં પહેલીવાર સોનાનો ભાવ 79000 અને ચાંદી 92000 રૂપિયા બોલાયા

મુંબઈ : દિવાળી પહેલા જ સોના ચાંદીના ભાવ ઐતિહાસિક ટોચે પહોંચી ગયા છે. આ વખતે ધનતેરસ દિવાળી પર સોનું ચાંદી ખરીદવા માટે વધારે પૈસા ખર્ચવાની તૈયારી રાખવી પડશે ઇતિહાસમાં પહેલીવાર સોનાનો ભાવ 79000 અને ચાંદી 92000 રૂપિયા બોલાયા છે.
સોનું સતત નવી ઉંચી સપાટીએ પહોંચી રહ્યું છે. આજે અમદાવાદના ઝવેરી બજારમાં સોનાના ભાવ 500 રૂપિયા વધ્યા હતા. આ સાથે 99.9 શુદ્ધ સોનાનો 10 ગ્રામનો ભાવ 79000 રૂપિયા હતો. જે અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ છે. ગઇકાલે સોનાનો ભાવ 78500 રૂપિયા હતો. 99.5 શુદ્ધ સોનાનો ભાવ 78800 રૂપિયા થયો છે.
સોના પાછળ ચાંદીના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. આજે અમદાવાદમાં ચાંદી 500 રૂપિયા મોંઘી થઇ હતી. 1 કિલો ચાંદી ચોરસાની કિંમત 92000 રૂપિયા હતી. તો ચાંદીના દાગીનાની કિંમત 91800 રૂપિયા હતી. ગઇકાલે ચાંદી ચોરસાની કિંમત 91500 રૂપિયા હતી.
વૈશ્વિક બજારમાં ઉછાળો અને ઘરઆંગણે સીઝનલ ખરીદીથી સોના ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે. આજે સ્થાનિક ઝવેરી બજારમાં સોનું 79000 રૂપિયા અને ચાંદી 92000 રૂપિયા થયા હતા. જ્યારે 30 સપ્ટેમ્બરે સોનાની કિંમત 77800 રૂપિયા અને ચાંદી 90000 રૂપિયા હતી. આમ માત્ર ઓક્ટોબર મહિનાના 15 દિવસમાં સોનું 1200 રૂપિયા અને ચાંદી 2000 રૂપિયા મોંઘા થયા છે.
ઈઝરાયલ ઈરાન યુદ્ધ,વૈશ્વિક આર્થિક મંદીની દહેશત,શેરબજારમાં ઘટાડો,યુએસ ડોલર સામે ભારતીય રૂપિયાના મૂલ્યમાં ધોવાણ,ધનતેરસ, દિવાળી અને લગ્ન પ્રસંગોની તહેવાર અને સેફ હેવન ડિમાન્ડ એટલે કે સુરક્ષિત રોકાણની માંગના કારણે સોના ચાંદીના ભાવમાં તેજી જોવાઈ રહી છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
