<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરધારકોએ બોનસ શેરના પ્રસ્તાવને મંજૂરી : કંપની આપશે 1:1 બોનસ સ્ટોક

588.62 કરોડ મત બોનસ શેરની તરફેણમાં પડ્યાં. જ્યારે 42.68 લાખ મત વિરોધમાં પડ્યાં

મુંબઈ : દેશની અગ્રણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ને તેના રોકાણકારો તરફથી બોનસ શેર ઈશ્યુ કરવાને લગતી એક દરખાસ્તને મંજૂરી મળી ગઈ છે. કંપનીએ મતદાનના પરિણામો અંગે માહિતી આપવામાં આવી હતી.

કંપનીએ શેરબજારને આપેલી માહિતી પ્રમાણે તેને બોનસ શેર ઈશ્યુ કરવા અને અધિકૃત શેર મૂડીને વધારવા માટે મંજૂરી માંગવામાં આવી હતી. કંપનીએ વધુમાં આ દરખાસ્તોને 15 ઓક્ટોબરે દરખાસ્તના પક્ષમાં જરૂરી સંખ્યાથી વધારે મત સાથે શેરધારકોની મંજૂરી મળી છે. 15 ઓક્ટોબરના રોજ ઈ વોટિંગનો અંતિમ દિવસ હતો.

કંપનીએ જણાવ્યું કે મતદાન માટે કટ ઓફ ડેટ એટલે કે 12મી સપ્ટેમ્બર 2024 સુધીમાં કૂલ 37,67,370 શેરધારક મતદાન માટે યોગ્ય હતા. તેમાંથી 99.9275 ટકા મત બોનશ ઈશ્યુની તરફેણ પડ્યા હતા. જ્યારે 0.0725 મત પ્રસ્તાવના વિરોધમાં હતા. કંપનીએ માહિતી આપી કે 87.06 ટકા મતદાન થયું. જેમાં 589.04 કરોડ મત પડ્યા હતા.

આ પૈકી 588.62 કરોડ મત બોનસ શેરની તરફેણમાં પડ્યાં. જ્યારે 42.68 લાખ મત વિરોધમાં પડ્યાં. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે એક શેર પર એક બોનસ શેર આપવાની જાહેરાત કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વર્તમાન નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં કંપનીનો સંકલિત નફો રૂપિયા 16,563 કરોડ રહ્યો છે. જ્યારે કંપનીની કૂલ આવક રૂપિયા 25,8027 કરોડ રહી છે.

(9:47 PM IST)