<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

'માફી માગો નહીંતર તમને મારી નાખીશું',પહેલી વખત સામે આવ્યો લોરેન્સ બિશ્નોઈ ગેંગનો ધમકીભર્યો વીડિયો

લોરેન્સ બિશ્નોઈ ગેંગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ :તેઓ એક પંજાબી ગાયકને ધમકી આપી રહ્યા છે.

મુંબઈમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અને એનસીપી નેતાની જે રીતે હત્યા કરવામાં આવી હતી, તે ઘટનાએ બધાને ડરમાં મૂકી દીધા હતા. આ કેસ પછી સેલેબ્સની સુરક્ષાને લઈને સવાલો ઉભા થયા છે. હવે પ્રખ્યાત પંજાબી સોનુ ઠુકરાલનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેને લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા ધમકી આપવામાં આવી રહી છે

   આ ઘટના ડિસેમ્બર 2023ની હોવાનું કહેવાય છે જ્યારે સોનુએ ફરીદાબાદ પોલીસમાં આ મામલે FIR પણ નોંધાવી હતી. આ કેસ સાથે જોડાયેલા કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેમાં લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ સોનુ ઠુકરાલને ધમકી આપતો જોવા મળે છે. વીડિયોમાં અનમોલ બિશ્નોઈ કહે છે કે અમારા મિત્રો વિશે કંઈ ન બોલો નહીં તો તે યોગ્ય નહીં હોય. જો કે આ વીડિયોની પુષ્ટિ કરતા નથી.

     આ સિવાય સોનુનો એક અન્ય વીડિયો પણ સામે આવ્યો છે જેમાં પિસ્તોલ બતાવવામાં આવી રહી છે. તેમજ મોબાઈલ પર લખ્યુ હતુ કે સોનુ મોબાઈલ પરત કરી દે નહી તો દિલ્હી આવીને તને મારી નાખીશ. અથવા માફી માગો. 

  સોશિયલ મીડિયા પર આ ઘટનાને લઈને અલગ-અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક લોકો સોનુ ઠુકરાલ માટે સમર્થન વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો તેને ગેંગસ્ટરોની વધતી ગતિવિધિઓનું પરિણામ માને છે. 

  બાબા સિદ્દીકીની હત્યા બાદ સમગ્ર બોલિવૂડમાં એક પ્રકારની ગભરાટનો માહોલ છે. આ પહેલા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી પણ મળી હતી. લોરેન્સ બિશ્નોઈએ ખુલાસો કર્યો હતો કે તેણે ખાન સામે કાળા હરણના શિકારનો બદલો લેવાની યોજના બનાવી હતી. તેનાથી સ્પષ્ટ થાય છે કે આ મામલો માત્ર ઠુકરાલ પૂરતો સીમિત નથી, પરંતુ આ પહેલા પણ અનેક પ્રખ્યાત હસ્તીઓને નિશાન બનાવવામાં આવી છે.

(11:38 PM IST)