હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM

નવી દિલ્હી :વડાપ્રધાન મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં ગંગા પર દેશનો સૌથી પહોળો રેલ-રોડ પુલ બનશે. કેન્દ્રીય કેબિનેટે તેની મંજૂરી આપી. ગંગા પર 137 વર્ષ જૂના માલવીય પુલની એકદમ બાજુમાં બનનારા આ પુલ પર સીક્સ લેનનો રસ્તો અને નીચે ચાર લાઈનનો રેલ ટ્રેક હશે. વડાપ્રધાન મોદી આ રવિવારે વારાણસીને અબજોની ભેટ આપવા જઈ રહ્યાં છે. માનવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન પુલનું શિલાન્યાસ પણ થઈ શકે છે. આ પુલ બનવાથી યુપીથી બિહાર અને પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં રેલ અને સડક માર્ગથી અવરજવર આસાન અને ઘણું જ સસ્તું થઈ શકે છે.
લગભગ 2642 કરોડના ખર્ચે બનનારો આ પુલ દર વર્ષે 8 કરોડ લીટર ડીઝલ એટલે કે 638 કરોડ રુપિયાની બચત કરશે. હાલ ચંદૌલીથી વારાણસી આવવા જવા માટે મોટા વાહનોને 137 વર્ષ જૂનાં માલવીય પુલ પર પ્રતિબંધ છે. એવામાં આ વાહનોએ ડાફી બાયપાસથી જવું પડે છે જેના કારણે સમય અને ડીઝલનો વ્યય વધુ થાય છે.
આ પ્રોજેક્ટ મલ્ટી મોડલ કનેક્ટિવિટી માટે પીએમ ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનનો પણ એક ભાગ છે, જે અંતર્ગત એકીકૃત યોજનાના માધ્યમથી શક્ય લોકો, વસ્તુઓ અને સેવાઓની અવરજવર માટે કોઈ પણ અડચણ વગર કનેક્ટિવિટી પ્રદાન કરવાનો છે.
કાશી સ્ટેશનની પાસેથી શરુ થનારો આ પુલ બનવાની સાથે એક સાથે ત્યાં ચાર પ્રકારની પબ્લિક ટ્રાંસપોર્ટ સેવા ઉપલબ્ધ થશે. કાશી સ્ટેશનની બાજુમાં જ નમો ઘાટની પાસે ગંગા પર ફેરી સર્વિસ, હેલી સેવા, રોપ વે અને રોડ ટ્રાંસપોર્ટની સેવા એક જ સ્થાનેથી મળી શકશે. અહીં જ વિશ્વનો સૌથી મોટો પાણી પર તરતું સીએનજી સ્ટેશન પહેલાથી સ્થાપિ છે. નવા પ્રોજેક્ટ માટે રેલવે, પીડબ્લ્યૂડી, નગર નિગમ, જળકળ તમામની એનઓસી પહેલાથી જ મળી ગઈ છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM